આવતીકાલે પણ 35 સ્થળે જ રસીકરણ : આજે 35 સ્થળે કુલ 3404 લોકોનું વેકસીનેશન કરાયું મોરબી : મોરબી જિલ્લામાં જ્યારથી ઓન ઘ સ્પોટ એટલે સ્થળ ઉપર જ નોંધણી કરીને વેકસીનેશન કરવાનું અભિયાન ચાલુ થયું છે ત્યારથી જ રસીના ડોઝ ઓછા ફાળવવાની રામાયણ સર્જાઈ છે. ઘણા સ્થળો ઉપર લોકો વધુ અને ડોઝ ઓછા હોવાને કારણે લોકોને વેકસીન વગર જ પરત ફરવાની નોબત આવે છે. આ વેકસીનનો ડોઝ ઓછા આપવાના ધાંધિયા યથાવત રહ્યા છે. જેમાં આવતીકાલ માટે પણ સરકાર દ્વારા માત્ર 3800 ડોઝ ફાળવાતા મોરબી જિલ્લાના 35 સ્થળે વેકસીનેશન શક્ય બનશે. મોરબી જિલ્લામાં આવતીકાલે 35 સ્થળોએ વેકસીનેશનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મોરબીના 13, ટંકારાના 4, વાંકાનેરના 9, માળીયાના 3, હળવદના 6 સહિત જિલ્લાના કુલ 35 સ્થળોએ આવતીકાલ સોમવારે વેકસીનેશનની કામગીરી હાથ ધરાશે. આ 35 સ્થળોમાં ગ્રામ્ય વિસ્તારોમાં પીએચસી તેમજ મોરબીની સિવિલ હોસ્પિટલ, વાંકાનેર અને હળવદની સરકારી હોસ્પિટલમાં પણ વેકસીનેશન ચાલુ રહેશે. આવતીકાલે વેકસીનેશન માટે સરકાર દ્વારા 3800 ડોઝ ફાળવી દેવામાં આવ્યા છે. બીજી તરફ આજે રવિવારે મોરબી જિલ્લાના 35 સ્થળોએ વેકસીનેશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં 45થી વધુ ઉંમરમાં 1241 લોકો, 18થી વધુ ઉંમરમાં 2101 લોકો તેમજ ખાનગીમાં 61 મળીને કુલ 3404 લોકોનું વેકસીનેશન કરવામાં આવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, સરકાર દ્વારા તમામ લોકો વેકસીનેશન કરાવે એ માટે જોરશોરથી ઝુંબેશ હાથ ધરવામાં આવે છે. પણ વેકસીનેશન માટે જરૂરી ડોઝ ફળવવામાં ભારે ઉદાસીનતા સેવે છે. પરિણામે વેકસીનેશનની ઝુંબેશનો હેતુ સાર્થક થતો નથી. હવે સ્થળ ઉપર વેરિફિકેશન કરીને વેકસીનેશન થતું હોવાથી મોટી સંખ્યામાં લોકો ઉમટે છે. પણ ડોઝ ઓછા હોવાથી ઘણા લોકોને વારો આવે ત્યારે રસી ખલાસ થઈ જતા ખોટા ધક્કા થાય છે. આવી હાડમારી ઘણા દિવસોથી લોકો ભોગવી રહ્યા છે. જે રીતે વેકસીનેશન માટે લોકો સ્વંયભુ ઉત્સાહ દાખવી રહ્યા છે. તેવી જ રીતે સરકાર પણ ડોઝ ફાળવવામાં ઉત્સાહ દેખાડે તો જ આ વેકસીનેશનની ઝુંબેશ સાર્થક નીવડશે. - પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. - ગુજરાતી યુવતીઓ બનાવે છે ઇ-બાઇક.. - હસીન દિલરૂબા ફિલ્મની કહાની દર્શકોને ગમશે? આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..