અંગ્રેજો સામે 7 વર્ષના આંદોલનના અંતે રવિવારની રજાની પ્રાપ્ત થઇ રોજે મનમાં સવાલ થાતો કોણ રમી ગયુ ગેમ! આખેઆખા અઠવાડિયામાં એક જ રવિવાર કેમ? કવિ જિગર જોષી ‘પ્રેમ’ની આ પંક્તિઓ જેમ આપણા સૌના મનમાં પણ આ પ્રશ્ન થતો હોય છે. કારણ કે રવિવાર એટલે રજાનો દિવસ, મજાનો દિવસ. અઠવાડિયું શરુ થતા સૌ રવિવારની રાહ જોવા લાગે છે. એવું નથી કે દુનિયામાં દરેક સ્થળે રવિવારે જ રજા હોય છે પણ મોટા ભાગના દેશોમાં રવિવારે રજા હોય છે. કોઈ દેશોમાં શનિવાર અને રવિવાર બંને દિવસ વિક ઑફ હોય છે. પણ શું ક્યારેય વિચાર્યું છે કે અઠવાડિયાના 7 દિવસોમાં રવિવારે કેમ રજા મળી? રવિવારની રજા મળવા પાછળનો ઈતિહાસ રવિવારની રજા અપાવનાર વ્યક્તિનું નામ છે નારાયણ મેઘાજી લોખંડે. દેશમાં મજૂર ચળવળના પ્રણેતા એવા નારાયણ મેઘાજી લોખંડેને રવિવારની રજા અપાવવાનો શ્રેય જાય છે. દેશમાં અંગ્રેજોની ગુલામી દરમિયાન મજૂરીમાં લાગેલા ભારતીયોએ અઠવાડિયાના સાતે-સાત દિવસ કામ કરવું પડતું. અને બ્રિટિશરો રવિવારના દિવસે આરામ કરતા હતાં. સાતેય દિવસ મજૂરોને કામ કરવા અંગે નારાયણ લોખંડેનું એવું માનવું હતું કે, 'અઠવાડિયામાં સાત દિવસ આપણે પરિવારની જરૂરિયાતોને પૂરી કરવા માટે કામ કરીએ છીએ. પરંતુ જે સમાજના કારણે આપણને નોકરીઓ મળી છે, તે સમાજની સમસ્યાઓને દૂર કરવા માટે મજૂરોને અઠવાડિયામાં કોઈ એક દિવસની રજા મળવી જોઈએ.' અઠવાડિયામાં કોઈ એક દિવસ રજા મળવી જોઈએ તે અંગે લોખંડેએ અંગ્રેજ સત્તા સામે પ્રસ્તાવ મૂક્યો હતો. પરંતુ અંગ્રેજ સરકાર આ પ્રસ્તાવ માનવા તૈયાર નહોતી. રજૂઆતો દ્વારા માંગ ન સંતોષાતા છેવટે નારાયણે લોખંડેએ અઠવાડિયાની એક દિવસની રજા માટે આંદોલન શરૂ કર્યું હતું. આ આંદોલન ધીમે-ધીમે ઉગ્ર બનતું ગયું હતું. અંદાજીત 7 વર્ષ આ આંદોલન ચાલ્યું હતું. અંતે અંગ્રેજો આંદોલન સામે ઝૂક્યા હતા અને 10 જૂન, 1890ના રોજ રવિવારની રજાની જાહેરાત કરી હતી. ઉલ્લેખનીય છે કે હિન્દી કેલેન્ડર અનુસાર રવિવારે અઠવાડિયાની શરૂઆત થાય છે. તેમજ ઈંગ્લીશ કેલેન્ડર અનુસાર રવિવાર અઠવાડિયાનો છેલ્લો દિવસ માનવામાં આવે છે. અને હિન્દી પંચાગ અનુસાર રવિવાર સૂર્યદેવનો દિવસ હોય છે. ગુજરાતી યુવતીઓ બનાવે છે ઈ-બાઈક.. મોરબીની કંપની ઓરેવા બનાવી રહી છે છેલ્લા 15 વર્ષથી ઇ-બાઇક.. કઈ રીતે બને છે ઇ-બાઇક? અને ઇ-બાઇક વિશેની વિશેષ માહિતી.. તમામ વિગતો માટે Morbi Updateની યૂટ્યૂબ ચેનલમાં અપલોડ કરેલ વિડિઓ જુઓ.. #MorbiUpdate https://youtube.com/channel/UCngqmj55wuJrWiNg5kyCKGw