ટ્રેક નીચે જામેલી ધૂળ - કોલસી સાફ કરવા માટે રેલવે તંત્ર દ્વારા સેફટી નિયમનો ઉલાળીયો માળીયા : મોરબી નવલખી હાઇવેની સમાંતર બિછાવેલ રેલવે લાઇનના મરામત કાર્યમાં સેફટીના નિયમોનો ઉલાળિયો કરી એન્જીન અને ખાસ મશીન દ્વારા ધૂળની ડમરીઓ ઉડાડવામાં આવતી હોય દરરોજ અકસ્માત થવાના ભય વચ્ચે ટુ વ્હીલ ચાલકો હેરાન પરેશાન થઈ રહ્યા હોવાની વિગતો પ્રકાશમાં આવી છે. પ્રાપ્ત વિગતો મુજબ મોરબી નવલખી હાઇવે ઉપર છેલ્લા દિવસોમાં રેલવે ટ્રેકમાં પાથરવામાં આવેલી કોન્ક્રીટમાં જામેલી ધૂળ અને કોલસીની સફાઈ માટે રેલવે દ્વારા ખાસ પ્રકારના મશીન સાથેના એન્જીન દ્વારા દિવસના સમયે કોઈપણ જાતના સેફટી નિયમોનું પાલન કર્યા વગર જ કામ કરવામાં આવી રહ્યું છે. આ ખાસ પ્રકારનું મશીન રેલવે ટ્રેકની સફાઈ કરે ત્યારે મોટા પ્રમાણમાં ધૂળ અને કોલસીના બારીક રજકણો વાવાઝોડાની જેમ ડમરી ચડાવતા હોવાથી રેલવે ટ્રેકની બરાબર બાજુમાંથી પસાર થતા નાના મોટા વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે. ખાસ કરીને રેલવે વિભાગ દ્વારા કોઈ જ સાવચેતીના પગલાં કે ધૂળ ન ઉડે તે માટે આડશ રાખવામાં ન આવતી હોય એન્જીન દ્વારા ઊડતી ધૂળને કારણે બાઇક ચાલકો અને અન્ય નાના વાહનો અકસ્માતનો પણ ભોગ બની રહ્યા છે. આ મામલે સ્થાનિક લોકો દ્વારા રેલવે તંત્રને અનેક રજુઆત કરવા છતાં પણ સેફટી નિયમનું પાલન થતું ન હોય જીવલેણ અકસ્માત થવાનું જોખમ ઉભું થયું છે. - પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. - ગુજરાતી યુવતીઓ બનાવે છે ઇ-બાઇક.. - હસીન દિલરૂબા ફિલ્મની કહાની દર્શકોને ગમશે? આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..