મોરબીના ચકમપર (જીવાપર) ગામની ઘટનામાં ચાર શખ્સો સામે નોંધાઈ ફરિયાદ મોરબી : મોરબીના ચકમપર (જીવાપર) ગામે ચાર શખ્સો ગામની ગૌચર જમીનમાં દબાણ કરી ઉપરથી પાણીની લાઈન પણ તોડી નાખતા આ મામલો ગરમાયો હતો. જેમાં સરપંચ પાણીની લાઈન રીપેર કરવા ગયા ત્યારે ચારેય શખ્સો ઉશ્કેરાઈને તેમની પાછળ ધારીયા વડે મારવા દોડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.આ બનાવ અંગે સરપંચએ ફરિયાદ નોંધાવતા તાલુકા પોલીસે તપાસ હાથ ધરી છે. મોરબી તાલુકાના ચકમપર (જીવાપર) ગામના સરપંચ પરસોત્તમભાઇ ગાંડુભાઇ કાલરીયા (ઉ.વ ૬૨) એ આરોપીઓ જયંતીલાલ ભીખાભાઇ દારોદરા, સંજય જયંતીલાલ દારોદરા, મુનો જયંતીલાલ દારોદરા, જયંતીલાલની પત્ની સામે ફરિયાદ નોંધાવી હતી કે, ગઈકાલે તા.૩ ના રોજ બપોરના કલાક દોઢેક વાગ્યાના અરસામા આરોપીઓએ ચકમપર ગામની ગૌચરની જમીનમા દબાણ કરેલ હોય અને તે જમીનમાંથી પસાર થતી ફરીયાદીની વાડીએ જતી પાણીની પાઇપ લાઇન રાગદ્વેશ રાખી કોઇપણ રીતે તોડી નાખતા ફરીયાદી તથા સાહેદ રીપેર કરવા જતા ધારીયા વડે મારવા દોડી જઇ ફરી સાથે ઝગડો કરીને ગાળો આપી ફરીયાદીને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ બનાવની પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ગુજરાતી યુવતીઓ બનાવે છે ઈ-બાઈક.. મોરબીની કંપની ઓરેવા બનાવી રહી છે છેલ્લા 15 વર્ષથી ઇ-બાઇક.. કઈ રીતે બને છે ઇ-બાઇક? અને ઇ-બાઇક વિશેની વિશેષ માહિતી.. તમામ વિગતો માટે Morbi Updateની યૂટ્યૂબ ચેનલમાં અપલોડ કરેલ વિડિઓ જુઓ.. #MorbiUpdate https://youtube.com/channel/UCngqmj55wuJrWiNg5kyCKGw