સ્કૂલની જેમ આંગણવાડીના ભુલકાઓ પણ હવે ગણવેશમાં જોવા મળશે હળવદ : અત્યાર સુધી આંગણવાડીના બાળકોનો કોઈ યુનિફોર્મ ન હતો પરંતુ રાજ્ય સરકારની જાહેરાત બાદ આજે હળવદમાં 135 આંગણવાડી કેન્દ્રોના 5869 ભૂલકાઓને યુનિફોર્મ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો. જેથી હવે ભૂલકાઓ પણ ગણવેશથી શોભશે. આજ રોજ હળવદ શહેર અને ગ્રામ્ય વિસ્તારની 135 આંગણવાડી કેન્દ્રો પર આંગણવાડીમાં અભ્યાસ કરતા 3 થી ૬ વર્ષના ભૂલકાઓને યુનિફોર્મ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં 3098 દીકરાઓ અને 2971 દીકરીઓ સહિત 5969ને યુનિફોર્મ વિતરણ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે હળવદ તાલુકાના નવા ઘનશ્યામગઢ ગામે આંગણવાડી કેન્દ્ર ઉપર રાજકોટ ઝોનના નાયબ નિયામક અંકુર વૈધની હાજરીમાં કાર્યક્રમ યોજાયો હતો. જેમાં હળવદ સી.ડી.પી.ઓ. મમતાબેન રાવલ, આંકડા મદદનીશ એ.એમ. સંઘાણી તેમજ નવા ઘનશ્યામગઢ ગામના સરપંચ રમેશભાઈ સુરાણી સહિતનાઓ હાજર રહ્યા હતા. ગુજરાતી યુવતીઓ બનાવે છે ઈ-બાઈક.. મોરબીની કંપની ઓરેવા બનાવી રહી છે છેલ્લા 15 વર્ષથી ઇ-બાઇક.. કઈ રીતે બને છે ઇ-બાઇક? અને ઇ-બાઇક વિશેની વિશેષ માહિતી.. તમામ વિગતો માટે Morbi Updateની યૂટ્યૂબ ચેનલમાં અપલોડ કરેલ વિડિઓ જુઓ.. #MorbiUpdate https://youtube.com/channel/UCngqmj55wuJrWiNg5kyCKGw