પાલિકામાંથી બાકાત થયેલા શનાળા ગામમાં અઢી વર્ષથી પંચાયત બોડી ન હોવાથી પાર વગરની સમસ્યાઓને કારણે ગામલોકો હેરાન-પરેશાન મોરબી : મોરબી શહેરને અડીને આવેલા શક્ત શનાળા ગામ છેલ્લા અઢી વર્ષ કરતા વધુ સમયથી ધણી ધોરી વગરનું છે. અગાઉ પાલિકામાંથી બાકાત થયેલા શનાળા ગામમાં અઢી વર્ષથી પંચાયત બોડી કે સરપંચ ન હોવાથી પાર વગરની સમસ્યાઓને કારણે ગામ લોકો હેરાન-પરેશાન થઈ ગયા છે. ઘણા સમયથી ગામલોકો પ્રાથમિક સુવિધાઓ માટે રીતસર વલખા મારી રહ્યા છે. છતાં સંબધિત તંત્રના પેટનું પાણી હલતું નથી. મોરબીથી સાવ નજીક આવેલા શક્ત શનાળા ગામની હાલ કપરી હાલત છે. જ્યાં જુઓ ત્યાં સમસ્યાનો ઢગલો જોવા મળી રહ્યો છે. ગ્રામજનોએ રોષભેર જણાવ્યું હતું કે, વર્ષ 2015ની પાલિકાની ચૂંટણી દરમિયાન શનાળા ગામનો મોરબી નગરપાલિકામાં સમાવેશ કરવામાં આવ્યો હતો. બાદમાં નગરપાલિકામાંથી શનાળા ગામને બાકાત કરવામાં આવ્યું હતું. ત્યારપછીથી અત્યાર સુધીમાં શનાળા ગામમાં પંચાયત બોડીની રચના જ કરવામાં આવી નથી. પરિણામે શનાળા ગામ છેલ્લા અઢી વર્ષ કરતા વધુ સમયથી ઘણી ઘોરી વગરનું છે. આ ગામમાં નથી પાલિકામાં કે નથી ગ્રામ પંચાયતમાં. તેથી આ ગામના પ્રાણ પ્રશ્નો ઘણા સમયથી અધ્ધરતાલ છે. શનાળા ગામમાં ઘણા સમયથી અનેક સમસ્યાઓ સર્જાઈ છે. જેમાં રોડ, પાણી, લાઈટ તેમજ વહીવટી કામો માટે ભારે હાલાકી પડે છે. આ ઉપરાંત તલાટી મંત્રી પણ લોકોને યોગ્ય જવાબ ન આપતો હોવાની ફરિયાદ ઉઠી છે. તલાટી મંત્રી સ્ટાફ નથી કે અમારામાં નથી આવતું તેવી બહાનાબાજી ચલાવતા હોવાનો પણ લોકોએ આક્ષેપ કર્યો છે. આથી વિવિધ જાતના દાખલા કાઢવા માટે તાલુકા પંચાયત કચેરીએ ધક્કા થાય છે અને ત્યાંથી પણ ત્રણ-ચાર દિવસે દાખલાઓ મળે છે. આથી ગામલોકોને ભારે પરેશાની વેઠવી પડે છે. ગુજરાતી યુવતીઓ બનાવે છે ઈ-બાઈક.. મોરબીની કંપની ઓરેવા બનાવી રહી છે છેલ્લા 15 વર્ષથી ઇ-બાઇક.. કઈ રીતે બને છે ઇ-બાઇક? અને ઇ-બાઇક વિશેની વિશેષ માહિતી.. તમામ વિગતો માટે Morbi Updateની યૂટ્યૂબ ચેનલમાં અપલોડ કરેલ વિડિઓ જુઓ.. #MorbiUpdate https://youtube.com/channel/UCngqmj55wuJrWiNg5kyCKGw