ભરતનગર નજીક ઓવરલોડ ટ્રક રોકી ડિટેઇન કરવા કાર્યવાહી કરતા ચાર શખ્સોએ કરી હતી દાદાગીરી મોરબી : ભરતનગર ગામ પાસે મોરબી કંડલા નેશનલ હાઇવે રોડ ઉપર આરટીઓ અધિકારીએ એક ઓવરલોડ ટ્રકને અટકાવી ડિટેઇન કરતા ચાર શખ્સો લાજવાને બદલે ગાજયા હતા અને ચારેય શખ્સોએ આરટીઓ અધિકારીને ધમકાવી તોછડું વર્તન કરીને ટ્રક રોકી રાખ્યો હતો. આ બનાવની આર.ટી.ઓ. અધિકારીએ ફરિયાદ નોંધાવતા તાલુકા પોલીસે હાલ ચારેય શખ્સોને ઝડપીને કાયદાનું ભાન કરાવ્યું હતું. આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી આરટીઓ અધિકારી અપુર્વકુમાર ભગાભાઇ પટેલએ આરોપીઓ કુશારામ ક્રિષ્નારામ પ્રજાપતિ (ઉ.વ-૩૬ રહે-સાતલભાખરી ગામ તા.જી-બાડમેર રાજસ્થાન), ઉદયસિંહ દેરાવરસિંહ રાઠોડ (ઉ.વ-૨૪ રહે.ચન્દોણીયો કેઢાણી બાંદરા તા.જી.બાડમેર રાજસ્થાન), વનરાજભાઇ ભાનુભાઇ કવાડીયા (રહે.મોરબી૨ શ્રીમત સોસાયટી બ્લોક નં-૨૩), ગણપતસિંગ પ્રેમશીંગ ચૌહાણ (ધંધો-ટ્રાનસ્પોર્ટમાં નોકરી રહે.હાલ ટીંબડી પાટીયા પાસે સનોરા સિરામીક સામે ક્રિષ્ના ટ્રાન્સપોર્ટની ઓફીસમાં મોરબી) સામે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવ્યા મુજબ ગત તા.૧ ના રોજ ભરતનગર ગામ પાસે મોરબી કંડલા નેશનલ હાઇવે રોડ ઉપર ફરીયાદીએ આરોપી કુશારામ ક્રિષ્નારામ પ્રજાપતિના હવાલાવાળી ટ્રક નં- RJ-19-GE-2667 વાળીમા ઓવરલોડ માલ ભરેલ હોય તેમજ ગુજરાત રાજ્યમા ટેક્સ બાકી હોય. જેથી ટ્રકને ડીટેઇન કરી આર.ટી.ઓ. કચેરી મોરબી ખાતે લેવાનુ કહ્યું હતું. આથી આ આરોપીએ અન્ય ત્રણ આરોપીઓને ફોન કરી બોલાવી ટ્રકને આર.ટી.ઓ. કચેરીએ નહીં લઇ જઇ ધરમપુરના ભારત પેટ્રોલીયમ નજીક રોકી દઇ આ ચારેય જણાએ કહેલ કે ટ્રક આરટીઓ કચેરીએ નથી લેવી તારાથી થાય તે કરી લે તેમ કહી ફરીયાદીની કાયદેસરની ફરજમા રૂકાવટ કરી ફરીયાદીને ગાળો આપીને ધમકાવ્યા હતા. આ બનાવની ફરિયાદને પગલે પોલીસે ચારેય આરોપીઓને ઝડપી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. ગુજરાતી યુવતીઓ બનાવે છે ઈ-બાઈક.. મોરબીની કંપની ઓરેવા બનાવી રહી છે છેલ્લા 15 વર્ષથી ઇ-બાઇક.. કઈ રીતે બને છે ઇ-બાઇક? અને ઇ-બાઇક વિશેની વિશેષ માહિતી.. તમામ વિગતો માટે Morbi Updateની યૂટ્યૂબ ચેનલમાં અપલોડ કરેલ વિડિઓ જુઓ.. #MorbiUpdate https://youtube.com/channel/UCngqmj55wuJrWiNg5kyCKGw