સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડો. નીતિનભાઈ પેથાણી સહિતનાની ઉપસ્થિતમાં મીટીંગ યોજાશે મોરબી : ગુજરાત રાજયમાં હાલ કોરોના સામે લડાઈ માટે સરકાર દ્વારા વેકસીનેશનની વ્યવસ્થા કરવામાં આવેલ છે. ત્યારે મોરબી જિલ્લાની કોલેજોમાં વેકસીનેશન મહા અભિયાન સંદર્ભે આગામી તા.7 જુલાઈના રોજ એક મીટીંગનું આયોજન કરવામાં આવ્યું છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ અને તેના પરિવારજનો કોરોનાની આ મહામારીમાં રક્ષણ મેળવે એ માટે કોરોના વેકસીનેશન અભિયાન કુલપતિ ડો નીતિનભાઈ પેથાણી તથા ઉપકુલપતિ ડો. વિજયભાઈ દેશાણીના માર્ગદર્શન હેઠળ શરુ કરવામાં આવેલ છે. જે અંતર્ગત સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન મોરબી શહેર અને જીલ્લાની કોલેજોમાં વેકસીનેશન અભિયાનના સંદર્ભમાં આગામી તા.7 જુલાઈ સવારે 10:45 કલાકે નવયુગ કોલેજ (નવયુગ સંકુલ, વિરપર- બા ની વાડી પાછળ મોરબી-રાજકોટ હાઇવે) પર એક મીટીંગનું આયોજન સૌરાષ્ટ્ર યુનિવર્સિટીન કુલપતિ ડો.નીતિનભાઈ પેથાણી, ઉપકુલપતિ ડો. વિજયભાઈ દેશાણી, આઈ.કયુ.એ.સી. ના ડાયરેક્ટર ડો. ગીરીશભાઈ ભીમાણીની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું છે. જેમાં મોરબી જિલ્લાની તમામ કોલેજોના વડાને હાજર રહેવા અનુરોધ કરવામાં આવ્યો છે. ગુજરાતી યુવતીઓ બનાવે છે ઈ-બાઈક.. મોરબીની કંપની ઓરેવા બનાવી રહી છે છેલ્લા 15 વર્ષથી ઇ-બાઇક.. કઈ રીતે બને છે ઇ-બાઇક? અને ઇ-બાઇક વિશેની વિશેષ માહિતી.. તમામ વિગતો માટે Morbi Updateની યૂટ્યૂબ ચેનલમાં અપલોડ કરેલ વિડિઓ જુઓ.. #MorbiUpdate https://youtube.com/channel/UCngqmj55wuJrWiNg5kyCKGw