બુલડેક્સ ફ્યુચર્સમાં 297 પોઈન્ટ અને મેટલડેક્સ ફ્યુચર્સમાં 395 પોઈન્ટની મૂવમેન્ટ ક્રૂડ તેલમાં તેજીનો માહોલઃ કોટનના વાયદાના ભાવમાં સેંકડા વધ્યાઃ કપાસ, મેન્થા તેલ અને રબરમાં નરમાઈઃ સીપીઓમાં સુધારાનો સંચાર મુંબઈ : દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં 25 જૂનથી 1 જુલાઈના સપ્તાહ દરમિયાન 21,40,646 સોદાઓમાં કુલ રૂ.1,73,305.59 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાના ભાવમાં વૃદ્ધિ થઈ હતી. સોનાનો વાયદો 10 ગ્રામદીઠ રૂ.169 અને ચાંદીનો વાયદો કિલોદીઠ રૂ.422 સપ્તાહ દરમિયાન વધ્યો હતો. બિનલોહ ધાતુઓમાં મિશ્ર વલણ હતું. એલ્યુમિનિયમ, જસત અને સીસું વધવા સામે તાંબુ અને નિકલ ઘટ્યા હતા. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ અને નેચરલ ગેસમાં તેજીનો માહોલ હતો. કૃષિ કોમોડિટીઝમાં કોટનના વાયદાના ભાવમાં સેંકડા વધ્યા હતા, જ્યારે કપાસ, મેન્થા તેલ અને રબરમાં નરમાઈ હતી. સીપીઓમાં સુધારાનો સંચાર થયો હતો. દરમિયાન, સપ્તાહના અંતે ગુરૂવારે એમસીએક્સ પર ક્રૂડ તેલના કોલ અને પુટ ઓપ્શન્સમાં 46,287 સોદામાં રૂ.3,559.97 કરોડનું રેકોર્ડ ટર્નઓવર નોંધાયું હતું, જેમાં ક્રૂડ તેલ કોલ ઓપ્શન્સમાં રૂ.1,371.90 કરોડનાં 23,80,400 બેરલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.2,188.07 કરોડનાં 39,65,100 બેરલનું વોલ્યુમનો સમાવેશ થાય છે. વિશ્વબજારની વાત કરીએ તો અમેરિકામાં ખાનગી ક્ષેત્રના જોબગ્રોથના આંકડા નબળા આવ્યા હતા, જ્યારે ત્યાં બેરોજગારીના દાવાઓ 4,11,000થી ઘટીને 3,64,000 આવ્યા હતા. સપ્તાહના અંતે વિશ્વબજારમાં ક્રૂડ તેલના ભાવ ઊછળતાં સોનાના ભાવ ઘટ્યા મથાળેથી ઝડપી વધી આવ્યા હતા. આ લખાઈ રહ્યું છે ત્યારે અમેરિકન ડોલર ઈન્ડેક્સ 92.56ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. યુએસ બોન્ડ યિલ્ડ 1.46ના સ્તરે હતું. વિશ્વબજારમાં સોનું 1 ઔંશદીઠ 1778 ડોલર અને ચાંદી 1 ઔંશદીઠ 26.17 ડોલર બોલાઈ રહ્યા હતા. યુએસ ડોલર રૂ.74.63, બ્રિટીશ પાઉન્ડ રૂ.102.76 અને યુરો રૂ.88.37ના સ્તરે ટ્રેડ થઈ રહ્યા હતા. ઘરેલૂ હાજર બજારમાં સપ્તાહના અંતે ગુરૂવારે મુંબઈ ખાતે સોનાનો ભાવ 10 ગ્રામદીઠ 99.90ના રૂ.47,263 + 3% જીએસટી અને 99.50ના રૂ.47,074 + 3% જીએસટી તેમ જ ચાંદીનો ભાવ કિલોદીઠ રૂ.69,160 + 3% જીએસટીના સ્તરે બંધ થયો હતો. ઘરેલૂ વાયદા બજારની વાત કરીએ તો સપ્તાહ દરમિયાન એમસીએક્સ પર ઈન્ડેક્સ ફ્યુચર્સમાં 18,164 સોદાઓમાં રૂ.1,430.42 કરોડનાં કામકાજ થયાં હતાં, જેમાં એમસીએક્સ બુલડેક્સ વાયદામાં 10,266 સોદાઓમાં રૂ.805.71 કરોડનાં 11,110 લોટ્સ અને મેટલડેક્સ વાયદામાં 7,898 સોદાઓમાં રૂ.624.71 કરોડનાં 8,307 લોટ્સના વેપાર થયા હતા. ઓપન ઈન્ટરેસ્ટ સપ્તાહના અંતે બુલડેક્સ વાયદામાં 1,550 લોટ્સ અને મેટલડેક્સ વાયદામાં 649 લોટ્સના સ્તરે રહ્યો હતો. બુલડેક્સ જુલાઈ વાયદો 14,537ના સ્તરે ખૂલી, ઊપરમાં 14,618 અને નીચામાં 14,321ના સ્તરને સ્પર્શી, 297 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 52 પોઈન્ટ વધી 14,550ના સ્તરે પહોંચ્યો હતો, જ્યારે મેટલડેક્સ જુલાઈ વાયદો 15,070ના સ્તરે ખૂલી, 395 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 38 પોઈન્ટ ઘટી 15,015ના સ્તરે પહોંચ્યો હતો. ઓપ્શન્સની વાત કરીએ તો, સપ્તાહ દરમિયાન, એમસીએક્સ પર કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં 1,74,174 સોદાઓમાં રૂ.15,364.48 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. સોનાના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.2,619.61 કરોડ, ચાંદીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.195.89 કરોડ અને ક્રૂડ તેલના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.12,544.98 કરોડનાં કામકાજ થયાં હતાં. કીમતી ધાતુઓમાં એમસીએક્સ પર સોના-ચાંદીમાં 9,26,105 સોદાઓમાં કુલ રૂ.58,465.81 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું ઓગસ્ટ વાયદો 10 ગ્રામદીઠ સપ્તાહના પ્રારંભે રૂ.46,948ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.47,213 અને નીચામાં રૂ.46,330 સુધી જઈ, સપ્તાહનાં અંતે રૂ.169 વધી રૂ.47,039ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની જુલાઈ કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.93 વધી રૂ.37,810 અને ગોલ્ડ-પેટલ જુલાઈ કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.10 વધી રૂ.4,657ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. ચાંદીના વાયદાઓમાં ચાંદી જુલાઈ વાયદો 1 કિલોદીઠ સપ્તાહના પ્રારંભે રૂ.68,109 સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.68,912 અને નીચામાં રૂ.66,678 સુધી જઈ, સપ્તાહનાં અંતે રૂ.422 વધી રૂ.68,155 બંધ થયો હતો. ચાંદી-માઈક્રો ઓગસ્ટ કોન્ટ્રેક્ટ રૂ.342 વધી રૂ.69,248 અને ચાંદી-મિની ઓગસ્ટ કોન્ટ્રેક્ટ રૂ.350 વધી રૂ.69,252 બંધ થયો હતો. એનર્જી સેગમેન્ટમાં 7,87,957 સોદાઓમાં કુલ રૂ.59,238.32 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ જુલાઈ વાયદો સપ્તાહના પ્રારંભે રૂ.5,454ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.5,678 અને નીચામાં રૂ.5,353 સુધી જઈ, સપ્તાહનાં અંતે 1 બેરલદીઠ રૂ.170 વધી રૂ.5,607 બોલાયો હતો, જ્યારે નેચરલ ગેસ જુલાઈ વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.16.40 વધી રૂ.272.30 બંધ થયો હતો. કૃષિ કોમોડિટીઝમાં 27,551 સોદાઓમાં રૂ.3,726.38 કરોડનાં કામકાજ થયા હતા. કપાસ એપ્રિલ વાયદો 20 કિલોદીઠ સપ્તાહના પ્રારંભે રૂ.1,280ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.1310 અને નીચામાં રૂ.1265 સુધી જઈ, સપ્તાહનાં અંતે રૂ.6.50 ઘટી રૂ.1,285.50 બંધ થયો હતો. આ સામે રબર જુલાઈ વાયદો 100 કિલોદીઠ રૂ.17,090ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.17,090 અને નીચામાં રૂ.16,502 સુધી જઈ, સપ્તાહનાં અંતે રૂ.97 ઘટી રૂ.16,851ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. સીપીઓ જુલાઈ કોન્ટ્રેક્ટ 10 કિલોદીઠ રૂ.999ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.1032.80 અને નીચામાં રૂ.971.60 સુધી જઈ, સપ્તાહનાં અંતે રૂ.16.50 વધી રૂ.1011.40 બંધ થયો હતો. મેન્થા તેલના વાયદાઓમાં જુલાઈ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.29.20 ઘટી રૂ.1059.10 અને કોટન જુલાઈ કોન્ટ્રેક્ટ 1 ગાંસડીદીઠ રૂ.350 વધી રૂ.24,820બંધ થયો હતો. કામકાજની દૃષ્ટિએ કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં 2,34,484 સોદાઓમાં રૂ.27,319.37 કરોડનાં 58,272.997 કિલો અને...