મોરબી : મોરબીમાં ગાડી ટોલ નાકામાંથી પસાર ન થઈ હોવા છતાં ટોલટેક્સ કપાઈ જતો હોવાના ઉપરા છાપરી કિસ્સા બહાર આવી રહ્યા છે ત્યારે તંત્રની બેદરકારીના લીધે ફાસ્ટટેગથી ટોલટેક્સ કપાયાનો વધુ એક છબરડો બહાર આવ્યો છે. મળતી માહિતી મુજબ મોરબીમાં રહેતા પ્રવીણભાઈ રંગપડિયાની ફોર્ચ્યુંનર કાર નંબર GJ-07-BR-9000 તેમના ઘરે પડી હતી અને ભરૂડી (ગોંડલ) પાસેના ટોલ નાકામાંથી નીકળી ન હોવા છતાં ફાસ્ટટેગ સિસ્ટમથી તેમના બેંક એકાઉન્ટમાંથી રૂ. 40 કપાઈ ગયા છે. આમ, તંત્રની ભૂલનો ભોગ નાગરિકો બની રહ્યા હોવાના કિસ્સા સામે આવી રહ્યા છે. ગુજરાતી યુવતીઓ બનાવે છે ઈ-બાઈક.. મોરબીની કંપની ઓરેવા બનાવી રહી છે છેલ્લા 15 વર્ષથી ઇ-બાઇક.. કઈ રીતે બને છે ઇ-બાઇક? અને ઇ-બાઇક વિશેની વિશેષ માહિતી.. તમામ વિગતો માટે Morbi Updateની યૂટ્યૂબ ચેનલમાં અપલોડ કરેલ વિડિઓ જુઓ.. #MorbiUpdate https://youtube.com/channel/UCngqmj55wuJrWiNg5kyCKGw