મોરબી : મોરબીમાં આવતીકાલ રવિવારથી કુંડામાં વાવી શકાય એવા 30થી વધુ રંગબેરંગી ફૂલ-છોડના રોપાઓનું રાહત દરે અને વિવિધ પ્રકારના અન્ય વૃક્ષોના રોપાઓનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવશે. મોરબીમાં આવતીકાલે તારીખ 4 જુલાઈ રવિવારથી કર્તવ્ય જીવદયા કેન્દ્ર દ્વારા સંસ્થાના લાભાર્થે રંગબેરંગી ફૂલ-છોડના રોપાનું રાહત ભાવે વિતરણ શરૂ કરવામાં આવશે. આ વિતરણમાં ગુલાબ, આલમંડા દ્વાફ, રાતરાણી, એમેલીયા, ટગર ડબલ, ટગર સિંગલ, એન્જીમેનિયા, લેમનપટ્ટી, ટગર વેરીગેટેડ, જેટરોફા, લહેરિયા, એકલીફા, ફાયકસ સ્ટાર, ફાયકસ સફારી, રોહયા, એરેનપીમાં રેડ, એરેનપીમાં ગ્રીન, મધુમાલતી વેલ, જાસૂદ લાલ, જાસૂદ પિંક, જાસૂદ વાઇટ, એક્ઝોરા, ચાઈનીઝ ટગર, ફ્લેમિંગો, ટ્રેસીના, કેસરી કેવળો, મનિવેલ, શ્રીલંકન મોગરો, જુઈ, લેન્ટના, નરગીસ, લાલ હેમીયા, બારમાસી જેવા અલગ- અલગ પ્રકારના રોપા મળશે. આની સાથે-સાથે જ મિત મનસુખભાઈ આદ્રોજાના જન્મ દિવસ નિમિત્તે એક હજારથી વધુ વૃક્ષોના રોપાઓનું એકદમ વિનામૂલ્યે વિતરણ પણ કરવામાં આવશે. આ રોપાઓમાં જામફળ, સીતાફળ, દાડમ, ગુંદો, આમળાં, બદામ, તુલસી, મીઠો લીમડો, જંબુડા, લીંબુ, આસોપાલવ (ગોળ), ઉમરો, આમલી, લીમડો, સવન, સેતુરનો સમાવેશ થાય છે. વિતરણ ચાલુ થવાની તારીખ 4 જુલાઈ રવિવાર થી રોપઓ હશે ત્યાં સુધી દરરોજ સાંજે 5 થી 8 વાગ્યા દરમિયાન રોપાઓનું વિતરણ કરવામાં આવશે. આ વિતરણ કર્તવ્ય જીવદયા કેન્દ્ર, માધવ ગૌશાળા પહેલા, હરી ૐ સ્ટોન પછી, રવાપર-ઘુનડા રોડ, મોરબી ખાતે કરાશે. વધુ માહિતી માટે 75748 68886નો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે. ગુજરાતી યુવતીઓ બનાવે છે ઈ-બાઈક.. મોરબીની કંપની ઓરેવા બનાવી રહી છે છેલ્લા 15 વર્ષથી ઇ-બાઇક.. કઈ રીતે બને છે ઇ-બાઇક? અને ઇ-બાઇક વિશેની વિશેષ માહિતી.. તમામ વિગતો માટે Morbi Updateની યૂટ્યૂબ ચેનલમાં અપલોડ કરેલ વિડિઓ જુઓ.. #MorbiUpdate https://youtube.com/channel/UCngqmj55wuJrWiNg5kyCKGw