પંચાયત સભાની મંજૂરી વગર નળની લાઇનનું કામ કરવું અને જિલ્લા પંચાયતના ઉપપ્રમુખની સૂચના મુજબ કામ ન કરતા ડી.ડી.ઓ.એ હોદા ઉપરથી દૂર કર્યા : ઉપસરપંચને સરપંચનો ચાર્જ મોરબી : મોરબી તાલુકાની મોટા ગજાની ગણાતી મહેન્દ્રનગર ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા પંચાયત સભાની મંજૂરી વગર નળની લાઈન નાખવાનું કામ કરવા ઉપરાંત જિલ્લા પંચાયતના ઉપ પ્રમુખની સૂચના અરજી મુજબ જુના બસ સ્ટેન્ડનું બાંધકામ દૂર ન કરતા જિલ્લા વિકાસ અધિકારીએ સરપંચને હોદા ઉપરથી દૂર કરવા હુકમ કર્યો છે. સાથે ટીડીઓ દ્વારા ઉપ સરપંચને સરપંચનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. મોરબી તાલુકાના મહેદ્રનગર ગામના મહિલા સરપંચ હેતલબેન એન.મુછડીયા દ્વારા કોરોના મહામારી સમયે માર્ચ મહિનામાં ગ્રામ પંચાયત સભાની મંજૂરી વગર મહેન્દ્રનગરના ઈન્દીરાનગર વિસ્તારમાં નળની લાઈન નાખવા જેસીબીથી ખોદકામ કરાવતા આ મામલે ઉપસરપંચ રાજાભાઈ મનજીભાઇ પરમાર દ્વારા ટીડીઓ સમક્ષ ફરિયાદ કરવામાં આવી હતી. આ ઉપરાંત જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ જાનકીબેન કૈલા દ્વારા જુના બસ સ્ટેન્ડનાં બાંધકામને હટાવવા લેખિત આપવા છતાં બાંધકામ દૂર કરવામાં ન આવતા આ મામલે પણ જિલ્લા વિકાસ અધિકારીને ફરિયાદ કરવામાં આવી હતી. દરમિયાન આ અંગેનો કેસ જિલ્લા વિકાસ અધિકારી સમક્ષ ચાલી જતા બન્ને પક્ષની હકીકત ધ્યાને લઈ જિલ્લા વિકાસ અધિકારી દ્વારા તલાટી મંત્રીને બાયપાસ કરી સતાનો દુરપયોગ કરનાર મહેન્દ્રનગર સરપંચ હેતલબેન એન. મુછડિયાને સતા ઉપરથી દૂર કરવા હુકમ કર્યો છે. સાથે સાથે તાલુકા વિકાસ અધિકારી દ્વારા ઉપ સરપંચ રાજાભાઈ મનજીભાઇ પરમારને મહેન્દ્રનગર ગ્રામ પંચાયતના સરપંચનો ચાર્જ સોંપ્યો છે. ગુજરાતી યુવતીઓ બનાવે છે ઈ-બાઈક.. મોરબીની કંપની ઓરેવા બનાવી રહી છે છેલ્લા 15 વર્ષથી ઇ-બાઇક.. કઈ રીતે બને છે ઇ-બાઇક? અને ઇ-બાઇક વિશેની વિશેષ માહિતી.. તમામ વિગતો માટે Morbi Updateની યૂટ્યૂબ ચેનલમાં અપલોડ કરેલ વિડિઓ જુઓ.. #MorbiUpdate https://youtube.com/channel/UCngqmj55wuJrWiNg5kyCKGw