મોરબીના ઈન્ડીયન મેડીકલ એસોશિયેશન દ્વારા ડોકટરો માટે સેમીનાર યોજાયો મોરબી : મોરબીના ઈન્ડીયન મેડીકલ એસોશિયેશન બ્રાન્ચ દ્વારા 'ડોક્ટર ડે'ની અનોખી ઉજવણી કરવા સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું. મોરબીના સ્પર્શ સ્કીન & કોસ્મેટીક ક્લીનીકના જાણીતા ડર્મેટોલોજીસ્ટ ડો. જયેશ સનારીયા દ્વારા “સફળ અને સારી રીતે ક્લિનિક કઈ રીતે ચલાવવું?” વિષય પર 'ડોક્ટર ડે'ના દિવસે માર્ગદર્શન આપવામા આવ્યુ હતું. મોરબી આઈ.એમ.એ. બ્રાંચ દ્વારા શહેરના આઈ.એમ.એ. હોલ ખાતે મોરબીની તમામ હોસ્પીટલના ડોક્ટરો માટે ટ્રેનિંગ સેમિનારનુ આયોજન કરવામા આવ્યુ હતુ. આ સેમિનારમાં મોરબીની સ્પર્શ સ્કીન & કોસ્મેટીક ક્લીનીકવાળા ડો. જયેશભાઈ સનારીયા દ્વારા માર્ગદર્શન આપવામા આવ્યુ હતુ. જેમાં દર્દીઓ સાથે કઈ રીતે વર્તન કરવુ, તેને કઈ રીતે મહતમ સુવિધાઓ પુરી પાડી સારવાર કરવી, દર્દીના સગાઓ સાથે કઈ રીતે વ્યવહાર કરવો, તે ઉપરાંત દર્દીની સારવાર દરમિયાન કઈ બાબતોની કાળજી રાખવી, સારવાર પૂર્ણ થયા બાદ દર્દીઓનો સમયાંતરે સંપર્ક કરી તેને આરોગ્ય વિષયક માર્ગદર્શન પુરુ પાડવુ, સ્ટાફ દ્વારા કાર્યસંતોષ કઈ રીતે વધારવો, માનવ શક્તિ આયોજન તથા સંચાલન, સ્ટાફને તાલીમ કઈ રીતે આપવી?, બઢતી, પગાર વૃધ્ધિ વગેરે કાર્યલક્ષી બાબતો પર સરળ શૈલીમા માર્ગદર્શન આપવામા આવ્યુ હતુ. જેમા મોરબીની વિવિધ હોસ્પીટલમાંથી બહોળી સંખ્યામાં અલગ -અલગ બ્રાન્ચના નિષ્ણાંત તબિબો ઉપસ્થિત રહ્યા હતા. આ સેમિનારને સફળ બનાવવા મોરબી આઈ.એમ.એ. બ્રાંચના પ્રમુખ ડો. વિજય ગઢીયા તથા સેક્રેટરી ડો. દીપક અઘારાએ જહેમત ઉઠાવી હતી. અને કોરોના રેમેડીઝ પ્રાઇવેટ લિમિટેડ ફાર્મા કંપનીના એરિયા સેલ્સ મેનેજર અમિતભાઇ મહેતાનો સહયોગથી સેમિનાર સફળ રહ્યો હતો. ગુજરાતી યુવતીઓ બનાવે છે ઈ-બાઈક.. મોરબીની કંપની ઓરેવા બનાવી રહી છે છેલ્લા 15 વર્ષથી ઇ-બાઇક.. કઈ રીતે બને છે ઇ-બાઇક? અને ઇ-બાઇક વિશેની વિશેષ માહિતી.. તમામ વિગતો માટે Morbi Updateની યૂટ્યૂબ ચેનલમાં અપલોડ કરેલ વિડિઓ જુઓ.. #MorbiUpdate https://youtube.com/channel/UCngqmj55wuJrWiNg5kyCKGw