મોરબી : મોરબી તાલુકાના અદેપર ગામના યુવાનોએ ગામને હરિયાળું બનાવવાના હેતુથી વૃક્ષારોપણનું આયોજન કર્યું હતું. 'મારુ ગામ, હરિયાળું ગામ' સૂત્રને સિદ્ધ કરવા માટે અદેપર ગામના પાદરમાં ગામના યુવાનોએ સ્વખર્ચે જાત મહેનતે આશરે 250 વૃક્ષોનું વાવેતર કર્યું હતું. આ વૃક્ષારોપણના કાર્યક્રમમાં ગ્રામજનોએ પણ સહયોગ આપેલ છે.