ગાડી મોરબીમાં જ હોવા છતાં પણ ટોલ ટેક્સના નામે લૂંટ મોરબી : ફાસ્ટટેગના નામે લૂંટનો સિલસિલો યથાવત રહ્યો છે. જેમાં મોરબીમાં વધુ એક ગાડી ઘરમાં હોવા છતાં સુરજબારી ટોલનાકેથી ટોલટેક્ષ કપાયો હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. મોરબીના વાવડી રોડ પર રહેતા શૈલેષભાઇ બારોટ નામના વ્યક્તિની રજી. નંબર GJ - 36 - L 9684ની કાર ઘરાવે છે. તેમની કાર ઘરે હોવા છતાં ગઈકાલે તેમના એકાઉન્ટમાંથી ટોલટેક્સની રકમ કપાઈ ગઈ હતી. આમ, ફાસ્ટ ટેગના નામે ટોલ પ્લાઝા ઉપર લોકોને લૂંટવાના ઉપરા છાપરી કિસ્સા સામે આવી રહ્યા છે ત્યારે આ ગંભીર બાબતે સરકાર દ્વારા અસરકારક પગલાં ભરવામાં આવે તેવું લોકો ઈચ્છી રહ્યા છે. ગુજરાતી યુવતીઓ બનાવે છે ઈ-બાઈક.. મોરબીની કંપની ઓરેવા બનાવી રહી છે છેલ્લા 15 વર્ષથી ઇ-બાઇક.. કઈ રીતે બને છે ઇ-બાઇક? અને ઇ-બાઇક વિશેની વિશેષ માહિતી.. તમામ વિગતો માટે Morbi Updateની યૂટ્યૂબ ચેનલમાં અપલોડ કરેલ વિડિઓ જુઓ.. #MorbiUpdate https://youtube.com/channel/UCngqmj55wuJrWiNg5kyCKGw