જુદા-જુદા મશીનો અંગે માહિતીનું કરે છે અદાન પ્રદાન : વિદ્યાર્થીઓની અનેરી સિદ્ધિ મોરબી : રાજકોટ-મોરબી રોડ પર આવેલી દર્શન એન્જીનીયરીંગ કોલેજના ડીપ્લોમાં મિકેનિકલ એન્જીનીયરીંગ ડીપાર્ટમેન્ટના સેમેસ્ટર–6 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ દ્વારા વર્કિંગ મોડેલ ઓફ વિઝીટર રોબોટ બનાવવામાં આવેલ છે. વિશિષ્ટ રીતે તૈયાર કરાયેલ આ રોબોટ કોઈપણ યુનિટની વિઝીટ કરાવવા માટે ડિઝાઈન કરવામાં આવ્યો છે જેમ કે આ રોબોટમાં એવું પ્રોગ્રામિંગ કરેલ છે કે તે મીકેનીકલ વર્કશોપમાં આવેલ લેથ મશીન, મીલીંગ મશીન, શેપર મશીન અને CNC મશીનની ઓટોમેટીક વિઝીટ કરાવી શકે છે તથા દરેક મશીન પર કરવામાં આવતા વિવિધ મીકેનીકલ કાર્યની ટુકમાં સમજણ આપે છે. આ રોબોટ Arduino Uno, Arduino Mega, DC મોટર અને તેના કન્ટ્રોલર દ્વારા ચલાવવામાં આવે છે અને રોબોટથી જે તે પ્રદેશની ભાષામાં વાતચીત કરાવી શકાય છે. આ રોબોટમાં ઉપયોગમાં લેવામાં આવેલ તમામ પાર્ટ્સ, ઓટોમેશન માટેનું પ્રોગ્રામિંગ તેમજ Arduino નું પ્રોગ્રામિંગ વિદ્યાર્થીએ 8 મહિનાની મહેનત સાથે ફેકલ્ટીના યોગ્ય માર્ગદર્શન હેઠળ તૈયાર કરેલ છે. આ રોબોટ ઓછા પાવર વપરાશની સાથે ઓછા ખર્ચમાં સારું કામ કરવા માટે સક્ષમ છે. આજના આધુનિક યુગમાં આ પ્રોજેક્ટ MNC કંપનીમાં સારું એવું સ્થાન લઇ શકવા માટે સક્ષમ છે. કોલેજના વિદ્યાર્થીઓ જૈવિક સોલંકી, કૌશલ પરમાર, જય ખોયાણી અને પ્રથમ કાકડિયા દ્વારા તેમના માર્ગદર્શક પ્રોફેસર પરેશ. યુ. ભુવાના માર્ગદર્શન હેઠળ પ્રોજેક્ટ તૈયાર કરેલ છે. આ પ્રોજેક્ટને દર્શન યુનીવર્સીટીના ચેરમેન ડૉ. આર. જી. ધમસાણીયા અને વાઈસ ચાન્સેલર. એમ. વી. સંઘાણી અને ડીપ્લોમાં મિકેનિકલ એન્જીનીયરીંગના વડા એમ. વી. વેકરિયા દ્વારા અભિનંદન પાઠવીને પ્રોત્સાહિત કરવામાં આવેલ છે. ગુજરાતી યુવતીઓ બનાવે છે ઈ-બાઈક.. મોરબીની કંપની ઓરેવા બનાવી રહી છે છેલ્લા 15 વર્ષથી ઇ-બાઇક.. કઈ રીતે બને છે ઇ-બાઇક? અને ઇ-બાઇક વિશેની વિશેષ માહિતી.. તમામ વિગતો માટે Morbi Updateની યૂટ્યૂબ ચેનલમાં અપલોડ કરેલ વિડિઓ જુઓ.. #MorbiUpdate https://youtube.com/channel/UCngqmj55wuJrWiNg5kyCKGw