ચાઈનામાં MBBS કર્યા બાદ FMGEની પરીક્ષામાં મેળવી સફળતા મોરબી : મોરબીના પોલીસ જવાનના પુત્રએ MBBSનો અભ્યાસ પૂર્ણ કરી FMGEની પરીક્ષામાં સફળતા મેળવતા ડાંગર પરિવારમાં ખુશીનો માહોલ છવાયો છે. મોરબી પોલીસ વિભાગમાં ફરજ બજાવતા દેવાયતભાઈ ડાંગરના પુત્ર ડો. મિલન ડાંગર ચીનમાં MBBSનો અભ્યાસ પૂર્ણ કર્યો છે. ત્યારબાદ ભારતમાં FMGE (Foreign Medical Graduation Exam)માં 207 માર્ક મેળવી ઉતીર્ણ થયા છે. ડો. મિલન તેમના કુટુંબમાં સૌ પ્રથમ ડોકટર બનતા ડાંગર પરિવારમાં હર્ષની લાગણી ફેલાઇ છે. તેમજ પરિવારજનોએ ડો. મિલનને ભવિષ્યમાં પ્રગતિ કરે તેવી શુભેચ્છા પાઠવી છે.