મોરબી : મોરબી રાજપૂત કરણી સેના દ્વારા કોરોનાના કપરા સમયમાં કોરોનાગ્રસ્ત લોકો તેમજ સમાજની સહાય કરનાર સેવાભાવીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. રાજપૂત કરણી સેનાના મોરબી જિલ્લા પ્રમુખ દેવેન્દ્રસિંહ જાડેજા તેમજ શહેર પ્રમુખ વિશ્વરાજસિંહ જાડેજા અને તેમની ટીમ દ્વારા મોરબીમાં કોરોનાની મહામારીનાં સંકટ સમયમાં સર્વે સમાજની નિ:સ્વાર્થ ભાવે સેવા કરતા યંગ ઈન્ડિયા ગ્રૂપના દેવેનભાઈ રબારી, પંકજભાઈ રાણસરિયા, પટેલ ઓક્સિજનવાળા ટી. ડી. પટેલ, જય અંબે ગ્રુપના જીગ્નેશભાઈ કૈલા તથા તરુણભાઇ અધારાને મોમેન્ટો આપી સન્માનિત કરેલ હતા. આગામી સમયમાં તેઓ આવી જ રીતે સેવાના કાર્યો કરતા રહે તેવી પ્રાર્થના સાથે રાજપૂત કરણી સેના જરૂર પડે ગમે ત્યારે તેઓને સહયોગ આપશે, તેવી ખાતરી આપી હતી. આ કાર્યક્રમમાં શક્તિસિંહ પીલુડી (ઉપપ્રમુખ), પી. એમ. જાડેજા વિરપડા (ઉપપ્રમુખ), ભગીરથસિંહ વાઘેલા (ઉપપ્રમુખ) તથા શકિતસિંહ જાડેજા (કેરાળી કરણી સેના મહામંત્રી), સુખદેવસિંહ જાડેજા (વિરપડા મહામંત્રી), હર્ષજીતસિંહ જાડેજા (મહામંત્રી), ઑમદેવ સિંહ જાડેજા (ગુંગણ), મહિપાલસિંહ જાડેજા (કારોબારી સદસ્ય), યોગીરાજસિંહ ઝાલા (કીડી), બીજરાજસિંહ ઝાલા (જિલ્લા સોશ્યલ મીડિયા ઇન્ચાર્જ) હાજર રહ્યા હતા.