કોરોના ટેસ્ટ કે વેકસીન લીધા વગર ધંધો કરતા 2 રીક્ષાચાલકો સામે કાનૂની પગલાં મોરબી : મોરબી જિલ્લામાં પોલીસે ગઈકાલે કોવિડના જાહેરનામાના ભંગ સબબ 18 સામે કાર્યવાહી કરી હતી. તેમજ કોરોના ટેસ્ટ કે વેકસીન લીધા વગર ધંધો કરતા 2 રીક્ષાચાલકો સામે કાર્યવાહી કરી હતી. જ્યારે રાત્રી કફર્યુ ભંગ કરતા 4 લોકો પણ પોલીસની ઝપટે ચઢી ગયા હતા. મોરબી શહેરમાં ગતરાત્રે કફર્યુ દરમિયાન ખોટા આંટાફેરા કરતા એક્ટિવા બાઈકચાલક સહિત ત્રણ લોકો, કફર્યુ દરમિયાન પણ ઈંડાની લારી ખુલ્લી રાખીને ધંધો કરતા આ લારીના માલિક, વેપારના સ્થળે માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સનો ભંગ કરતા જુના કપડાંની લારીધારક, નિયમ કરતા વધુ મુસાફરો ભરી માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સનો ભંગ કરતા 2 રીક્ષાચાલકો, જાહેરમાં માસ્ક પહેર્યા વગર નીકળેલા 2, વાંકાનેરમાં નિયમ કરતા વધુ મુસાફરો ભરી માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સનો ભંગ કરતા 2 રીક્ષાચાલકો, માસ્ક પહેર્યા વગર જાહેરમાં નીકળેલા 1, ટંકારામાં કોવિડ ટેસ્ટ કે વેકસીન લીધા વગર રિક્ષાનો ધંધો કરતા 2 રીક્ષાચાલકો, માળીયામાં માસ્ક પહેર્યા વગર જાહેરમાં નીકળેલા 2, નિયમ કરતા વધુ મુસાફરો ભરી માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સનો ભંગ કરતા 1 રીક્ષાચાલક, હળવદમાં નિયમ કરતા વધુ મુસાફરો ભરી માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સનો ભંગ કરતા 1 રીક્ષાચાલક સહિત પોલીસે કુલ 18 સામે કોવિડના જાહેરનામા ભંગ હેઠળ કાર્યવાહી કરી હતી.