મોરબી : મોરબી જિલ્લામાં ગઈકાલે પોલીસે નોટ નંબરી અને વર્લી ફીચરના જુગાર ઉપર દોરડા પાડ્યા હતા અને આવા જુગાર રમતા તત્વો ઉપર તવાઈ ઉતારી હતી. જેમાં જિલ્લામાં નોટ નંબરી અને વર્લી ફીચરનો જુગાર રમતા છ શખ્સોને ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટાફે ગઈકાલે મોરબીના લાતીપ્લોટ શેરી નં.૨/૩ નાકે જાહેરમા ચલણી નોટોના નંબર ઉપર રૂપિયાની હારજીતનો નશીબ આધારીત નોટ નંબરીનો જુગાર રમતા અવેશભાઇ અનવરભાઇ પીપરવાડીયા, શાબીરભાઇ કાસમભાઇ કાશમાણીને કુલ રોકડા રૂ.૧૫,૩૦૦ ના મુદામાલ સાથે ઝડપી લીધા હતા. તેમજ મોરબીના સ્ટેશન રોડ ઉપર સુરજબાગ પાસે જાહેરમા વર્લી ફીચરના આકડા લખી નસીબ આધારીત જુગાર રમતા આરીફભાઇ મુસ્તાકભાઇ બ્લોચને રોકડા રૂ.૬૦૦ સાથે ઝડપી લીધો હતો. મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટાફે ગઈકાલે મોરબીના લાયન્સનગર શેરી નં.૨ ના નાકે શનાળા પાસે જાહેરમા ચલણી નોટોના નંબર ઉપર રૂપિયાની હારજીતનો નશીબ આધારીત નોટ નંબરીનો જુગાર રમી રમતા કનકકુમાર હિરાલાલ પેથાણી, યુનુસભાઇ નથુસા શાહમદારને કુલ રોકડા રૂ.૧૩૬૦ ના મુદામાલ સાથે ઝડપી લીધા હતા. તેમજ મોરબીના નગર દરવાજા પાસે જાહેરમાં વર્લી ફીચરના આંકડા લખી તે ઉપર પૈસાની લેતીદેતી કરી નશીબ આધારીત હારજીતનો જુગાર રમતા સરફરાજ રજાકભાઇ શેખને કુલ કિ. ૨૧૦ ના મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો. જ્યારે હળવદ પોલીસ સ્ટાફે હળવદ ટાઉનમા ભવાની નગર ઢોરે તરફ જવાના રસ્તા ઉપર જાહેરમા આંક ફરકનો વર્લી ફીચરના આંકડા જુગાર રમતા પપ્પુભાઇ ભુપતભાઇ ગડેશીયાને કૂલ રૂ. ૨૫૨ ના મુદામાલ સાથે ઝડપી લીધો હતો.