મોરબી : મોરબી શહેરના નવા ડેલા રોડ ઉપરથી પોલીસે વ્હીસ્કીની ચાર બોટલો સાથે યુવાનને પકડી પાડ્યો છે. ગઈકાલે તા. 30ના રોજ મોરબીમાં નવાડેલા રોડ પર આરોપી મુકતારશા મહેબુબશા શાહમદાર (ઉ.વ. 25)ને વેચાણ કરવાના ઇરાદે ગે.કા. રીતે પાસ પરમીટ કે આધાર વગર પોતાના કબ્જામાં ભારતીય બનાવટની વિદેશી દારૂ વ્હીસ્કીની કંપની શીલ બંધ બોટલ નંગ 4 (કિ.રૂ. 1200)નો મુદામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસે વિદેશી દારૂ જપ્ત કરી આરોપી મુકતારશાની અટકાયત કરી છે. તેમજ આરોપી સામે મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધ્યો છે.