એલસીબીએ મોબાઈલ ચોરીનું મોટું નેટવર્ક ઝડપી લીધાના સંકેત વચ્ચે અનેક ચોરીના ભેદ ઉકેવાની શકયતા મોરબી : મોરબીના વીસીપરા વિસ્તારમાં અગાઉ થયેલી ઘરફોડ ચોરીની આજે ફરિયાદ નોંધાઈ છે અને ઘરફોડ ચોરીના આરોપીઓ પોલીસની હાથવેંતમાં હોવાનું પણ સૂત્રો જણાવી રહ્યા છે. સાથે જ આ ઘરફોડીયા મોબાઈલ ચોરીમાં પણ સંડોવયેલા હોવાથી અનેક ચોરીના ભેદ ઉકેલવાની શકયતા વચ્ચે એલસીબી ટીમે મોબાઈલ ચોરીનું મોટું નેકવર્ક ઝડપી લેવામાં સફળતા મળી હોવાનું પણ સુત્રો જણાવી રહ્યા છે. મોરબીના વીસીપરા વિસ્તારમાં રહેતા મગનભાઈ ધોળાભાઈ કુરિયાના રહેણાંકમાં ચોરી થતા આરોપી જુસબ ઉર્ફે જુસો જાકમભટ્ટી અને સાહિલ અબ્બાસ કટિયા સામે ફરિયાદ નોંધાવી છે જેમાં આરોપીઓએ તેમના બંધ મકાનને નિશાન બનાવી મકાનનો દરવાજો તોડી અંદર પ્રવેશી કબાટમાં રહેલા સોના ચાંદીના દાગીના મળીને રૂ.40 હજારનો મુદામાલ ઉઠાવી ગયા હોવા અંગે ફરિયાદ નોંધાવી છે આ આરોપીઓ પોલીસની હાથવેંતમાં હોવાનું જાણવા મળે છે. બીજી તરફ મોરબી એલસીબી ટીમે માળીયા ફાટક પાસેથી ત્રણેય જેટલા શંકમંદોને ઉઠાવી લઈને કડક પૂછપરછ હાથ ધરી છે.જેમાં એક ઘરફોડ ચોરીની કબૂલાત આપી હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. વધુમાં જાણવા મળતી વિગતો મુજબ મોરબી એલસીબીએ જે શખ્સોને ઉઠાવ્યા છે તેમની પાસેથી અનેક ચોરાઉ મોબાઈલ અને અન્ય ચોરાઉ મુદામાલ મળી આવ્યો હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે. આથી આ બનાવમાં આગામી સમયમાં વધુ કેટલીક ચોરીના ભેદ ઉકેલાવાની શકયતા જોવાઇ રહી છે.