મોરબી : મોરબી તાલુકાના જુના મકનસર ગામમાં યુવાનો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. મોરબીના જુના મકનસર ગામને હરિયાળું બનાવવા ગોકુળનગર બજરંગ ગ્રુપ અને ફાટકવાળા હનુમાન દાદા શક્તિ માં મંદિર ગ્રુપ દ્વારા મંદિર ખાતે 150 વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું હતું. આ વૃક્ષારોપણ હરેશ દવે, હેમંત બરાસરા, નારણીયા કિરીટ, સુરેલા શૈલેષ, વડેચા સંજય, ઝંઝવાડીયા લાલજી, મયુર રબારી, રાજેશ ધામેચા અને દીક્ષિત ભોરણીયા દ્વારા કરવામાં આવ્યું હતું.