ટંકારા : ટંકારા તાલુકાના લજાઈ ગામે કન્યા શાળાના આચાર્યને વિદાય સમારંભ યોજી માનભેર વિદાય આપવામાં આવી હતી. આજ ટંકારા તાલુકાના લજાઈ ગામે કન્યા શાળાના આચાર્ય તરીકેની સેવા આપતા ગોવિંદભાઈ બલાસરા વયમર્યાદાના લીધે નિવૃત થતા લજાઈ ગામના માજી સરપંચ અંબારામભાઈ મસોત, ભાણજીભાઈ વામજા, સંજયભાઈ મસોત્ત, ટંકારા ગ્રાહક સુરક્ષા પ્રમુખ ગૌતમભાઈ વામજા દ્વારા સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે તેઓ 1998થી લજાઈ કન્યા શાળામાં આચાર્ય તરીકે સેવા આપતા હતા. હરહમેંશા શાળાને પોતાની માની શાળાની સફાઈ તેમજ શાળા વિકાસ માટે અને વિધાર્થી હિત માટે તત્પર રહેતા હતા. આ કાર્યક્રમમાં તેમના સાથી શિક્ષકો અમરશીભાઈ ભાગીયા, નીતિન માંડવીયા, રામભાઈ રામાનુજ, શૈલેષભાઈ કામરીયા, જયશ્રીબેન પટેલ, છાયાબેન માંડવીયાએ શુભેચ્છાઓ પાઠવી તેમને માનભેર વિદાય આપી હતી.