મોરબી : મોરબી તાલુકા પોલીસ સ્ટાફે ગઈકાલે બાતમીના આધારે મોરબીના મકનસર ગામે આવેલા એક મકાનમાં દરોડો પાડીને 24 વિદેશી દારૂની બોટલો સાથે એક આરોપીને પકડી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી તાલુકા પોલીસ સ્ટાફે ગઈકાલે બાતમીના આધારે મોરબીના જુના મકનસર ગામે આવેલ ચામુંડા માતાજીના મંદિરની બાજુમાં રહેતા આરોપી જીતેન્દ્રભાઇ દલપતભાઇ મકવાણા (ઉ.વ.૫૩) ના મકાનમાં દોરોડો પાડ્યો હતો. પોલીસે આ રહેણાંક મકાનમાથી અલગ અલગ બ્રાન્ડની ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલ નંગ-૧૪ કુલ કિં.રૂ.૪૩૫૦ તથા કિંગફીશર સ્ટ્રોંગ પ્રિમીયમ બિયર નંગ-૨૪ કિં.રૂ.૨૪૦૦ મળી કૂલ રૂ.૬,૭૫૦ નો મુદ્દામાલ સાથે આરોપીને ઝડપી લીધો હતો. તેમજ આરોપી સામે વિદેશી દારૂની હેરાફેરીનો ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.