મોરબી-વાંકાનેર હાઇવે ઉપર દરીયાલાલ પ્લાઝા સામેની ઘટનામાં ડમ્પરચાલક સામે ગુન્હો નોંધાયો મોરબી : મોરબી-વાંકાનેર હાઇવે ઉપર દરીયાલાલ પ્લાઝા સામે ડમ્પરચાલકે પાછળથી કારને ઠોકર મારતા કારચાલકને ઇજા પહોંચી હતી. આ બનાવ અંગે કારચાલકે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી ડમ્પરચાલક સામે ગુન્હો નોંધી તેને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે. આ બનાવની મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર વાંકાનેરના વઘાસીયા ગામે રહેતા ચરણરાજસિંહ જીતેંદ્રસિંહ ઝાલા (ઉ.વ-૨૩) એ આરોપી ડમ્પરચાલક સામે ફરિયાદ નોંધાવી હતી કે, તા.૨૭ ના રોજ મોરબી વાંકાનેર નેશનલ હાઇવે દરીયાલાલ પ્લાઝા સામે રોડ પર આરોપીએ પોતાના હવાલા વાળું ડમ્પર પુરઝડપે અને બેફીકરાઇથી ચાલવી ફરીયાદીની પાર્ક કરેલ કંપનીની ગાડીને પાછળથી ઠોકર મારી અકસ્માત કરી ફરીયાદીને કપાળે પાંચ ટાંકા તથા જમણા હાથમાં ઇજા પહોંચાડી તેમજ ફરીયાદીની કંપનીની ગાડીને વ્યાપક પ્રમાણમાં નુકશાન પંહોચાડી સ્થળ પરથી નાશી છૂટ્યો હતો. બી ડિવિઝન પોલીસે આ બનાવની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.