મોરબી : મોરબી તાલુકા પોલીસ સ્ટાફે ગઈકાલે બાતમીના આધારે મોરબી તાલુકાના મકનસર ગામે આવેલ રામજી મંદિર ચોકમાં જાહેરમાં વર્લી ફીચરના આંકડા ઉપર પૈસાની લેતી દેતી કરી નશીબ આધારીત હારજીતનો વર્લી ફીચરના આંકડાનો જુગાર રમતા આરોપી બળવંતભાઇ સવજીભાઇ જંજવાડીયા (ઉ.વ.૩૭, ધંધો-મજુરી, રહે. મકનસર, તા.મોરબી)ને કુલ કિં.રૂ. ૨૬૧૦ના મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો. પોલીસે આ આરોપી સામે જુગારધારા હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.