ટંકારા : ટંકારાના બંગાવડી ગામે મહાકાય વૃક્ષની ડાળી 11 કેવીના તાર ઉપર પડી હતી. જેના કારણે બે વીજપોલ ધરાશાયી થઈ ગયા હતા. જો કે સદભાગ્યે કોઈ જાનહાની થઇ ન હતી. નાયબ કાર્યપાલક ઈજનેર સોજિત્રા સાથે વાત કરતાં તેઓએ જણાવ્યું કે એક ટીમ ધટના સ્થળે પહોંચી ગઈ છે અને બીજી ટિમ તાત્કાલિક પોલ ઊભા કરવા માટે રવાના કરી છે. મોડી રાત સુધી વીજ પુરવઠો પુર્વરત થઈ જશે. ઉલ્લેખનીય છે કે આ બનાવને પગલે અડધા ગામમા અંધારપટ છવાઈ ગયો છે. જોકે કોઈ જાનહાનિ ન થતા વીજતંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો.