ખેડૂતોએ ધારાસભ્યને સાથે રાખી જિલ્લા કલેકટર અને એસ.પી. ને રજુઆત કરી ટંકારા : ટંકારા તાલુકાના હડમતીયા ગામે સરકારી જમીન હડપ કરવાની ભૂમાફિયાઓએ હિલચાલ કરતા ખેડૂતો મેદાને આવ્યા છે અને ખેડૂતોએ ધારાસભ્યને સાથે રાખી જિલ્લા કલેકટર અને એસપીને રજુઆત કરી સરકારી જમીન પચાવી પડવાની ગંભીર હિલચાલ કરતા ભૂમાફિયાઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે. ટંકારા તાલુકાના હડમતીયા ગામના ખેડૂતોએ ધારાસભ્ય લલિત કગથરાને સાથે રાખી જિલ્લા કલેકટર અને એસપીને આવેદનપત્ર આપીને જણાવ્યું હતું કે, હડમતીયા ગામના માર્ગે ખેડૂતો પોતાની માલિકીના આશરે 30 જેટલા વર્ષોથી વાડાનો ઉપયોગ કરે છે. જેમાં સરકારી જમીનમાં આવેલા વાડામાં માલઢોર, ચારા માટેની ઓરડીઓ, કુવા અને મશીનો પણ આવેલા છે. દરમિયાન જમીન માફિયાઓએ આ સરકારી જમીન પર ડોળો જમાવ્યો છે અને સરકારી જમીન પચાવી પાડવા ખેડૂતોના વાડા દૂર કરવાની કામગીરી કરી છે. આથી, ખેડૂતોએ આવા જમીન માફિયાઓ સામે બાયો ચડાવી જિલ્લા કલેકટર અને એસપીને રજુઆત કરીને જમીન માફિયાઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે.