માસ્ક તેમજ સોશ્યલ ડિસ્ટન્સના ભંગ બદલ ડઝનેક રીક્ષા ચાલકો ઉપર તવાઈ મોરબી : મોરબી જિલ્લામાં પોલીસે કોવિડના જાહેરનામાના ભંગનો કડક અમલ ચાલુ રાખી ગઈકાલે મોરબી જિલ્લામાં કોવિડના જાહેરનામાના ભંગ સબબ 14 સામે કાર્યવાહી કરી હતી. તેમજ માસ્ક તેમજ સોશ્યલ ડિસ્ટન્સના ભંગ બદલ ડઝનેક રીક્ષા ચાલકો ઉપર તવાઈ ઉતારી હતી. જો કે આરટીપીસીઆર ટેસ્ટ અંગેના એકપણ કેસ નોંધાયા ન હતા. મોરબી શહેરમાં પોલીસે ગતરાત્રે કફર્યુ ભંગ કરી લટાર મારવા નીકળેલા એક, નિયમ કરતા વધુ મુસાફરો ભરી માસ્ક તેમજ સોશ્યલ ડિસ્ટન્સના ભંગ કરતા 3 રીક્ષા ચાલકો, જાહેરમાં માસ્ક પહેર્યા વગર નીકળેલા એક, વાંકાનેરમાં નિયમ કરતા વધુ મુસાફરો ભરી માસ્ક તેમજ સોશ્યલ ડિસ્ટન્સના ભંગ કરતા 5 રીક્ષા ચાલક, જાહેરમાં માસ્ક પહેર્યા વગર નીકળી ઉપરથી દંડ આપવાની આનાકાની કરતા એક બાઈક ચાલક, માળીયામાં નિયમ કરતા વધુ મુસાફરો ભરી માસ્ક તેમજ સોશ્યલ ડિસ્ટન્સના ભંગ કરતા 3 રીક્ષા ચાલકો તેમજ હળવદમાં પણ નિયમ કરતા વધુ મુસાફરો ભરી માસ્ક તેમજ સોશ્યલ ડિસ્ટન્સના ભંગ કરતા એક રીક્ષા ચાલક સહિત 14 સામે કોવિડના જાહેરનામા ભંગ બદલ ગુન્હા નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.