મયુરનગર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અઠવાડિયામાં એક જ વખત ખુલે છે !! હળવદ : હળવદ તાલુકાના મયુરનગર ગામે આવેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતા મહિલા મેડિકલ ઓફિસર પાછલા ઘણા સમયથી સમયસર આવતા ન હોય અને જો આવે તો દર્દીઓને ઉડાઉ જવાબ આપતા હોય જેના કારણે ગ્રામજનો પરેશાન થઈ ગયા છે જેથી આ મેડિકલ ઓફિસરની બદલી કરી અન્ય મેડિકલ ઓફિસરની નિમણૂક કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે સામાન્ય બીમારીના ઇલાજ માટે હળવદ તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં દર્દીઓ સારવાર માટે જતા હોય છે પરંતુ મયુરનગર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં દર્દીઓ સારવાર માટે તો જાય છે પણ અહીં મેડિકલ ઓફિસર એમના સમયે આવે છે ગામલોકોના જણાવ્યા મુજબ મહિલા મેડિકલ ઓફિસર અઠવાડિયામાં એકાદ- બે દિવસ જ જોવા મળે છે અને એ પણ એમના સમયે અને દર્દીઓ તેમજ તેના સગા વાલા સાથે ગેરવર્તન પણ કરતા હોવાનું ગામ લોકો કહી રહ્યા છે. હાલ ગ્રામજનોની માંગ છે કે આ મહિલા મેડિકલ ઓફિસર ની તાત્કાલિક બદલી કરવામાં આવે અને એની જગ્યાએ નવી ભરતી કરવામાં આવે મયુરનગર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડીકલ ઓફિસર અનિયમિત રહેતા હોવાની રજુઆત તાલુકા પંચાયતના પુર્વ પ્રમુખ ધર્મેન્દ્રસિંહ ઝાલાને પણ ગ્રામજનો દ્વારા કરવામાં આવી છે જેથી તેઓ દ્વારા આ અંગે જિલ્લા પંચાયત પ્રમુખને રજૂઆત કરી ગામ લોકોના પ્રશ્નોનું વહેલી તકે નિરાકરણ આવે તેવા પ્રયાસો હાથ ધર્યા છે.