એકતા એ જ લક્ષ્ય સંગઠનના નેજા હેઠળ અઢારેય વર્ણનું આંદોલન મોરબી : ગૌમાતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવાની માંગ સાથે ચાલતું આંદોલન ધીમે ધીમે કલર પકડી રહ્યુ છે. ત્યારે આજે મોરબીમાં એકતા એ જ લક્ષ્ય સંગઠનના નેજા હેઠળ આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. એક્તા એજ લક્ષ્ય સંગઠન ગુજરાત દ્વારા આજરોજ મોરબી ખાતે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી ગૌમાતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવા માંગ ઉઠાવી હતી. વધુમાં મોરબી સહિત ગુજરાતના 33 જિલ્લા અને તાલુકાથી આજે આવેદનપત્ર અપાયા છે. એકતા એ જ લક્ષ્ય સંગઠન ગુજરાતના નેજા હેઠળ અઢારે વરણ એક સાથે હિંદુત્વના નારાને મજબૂત કરશે. આજે મોરબી ખાતે બહોળી સંખ્યામાં અઢારે વરણના અગ્રણીઓ પણ આવેદનપત્ર પાઠવવામાં સાથે રહ્યા હતા અને આગામી સમયમાં સરકાર દ્વારા આ બાબતો પર ગંભીરતાથી વિચાર કરવામાં નહિ આવે અને જો ગાય માતાને રાષ્ટ્ર માતાનો દરજ્જો નહીં મળે તો અઢારે વરણનું આ સંગઠન તમામ હિન્દુઓને સાથે લઈ આંદોલન ચલાવશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામા આવી હતી.