મોરબી : મોરબીના સેવાભાવી યુવાન આશિષભાઈ ધીરૂભાઈ મિયાત્રા (મોટા ભેલા)ની આહિર એકતા મંચ ગુજરાત દ્વારા મોરબી શહેરના પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી. હરહમેંશ સેવાકીય પ્રવૃત્તિમાં મોખરે વિવિધ સમાજો સાથે લઈને સેવાકીય ક્ષેત્રમાં વિવિધતામાં એકતાનું પ્રદર્શન પુરૂ પાડતા આશિષભાઈ અનેકવિદ સેવાકીય સંસ્થા સાથે સંકળાયેલા છે, સેવાભાવી યુવાન આશિષભાઈ મિયાત્રાની આહિર એકતા મંચ ગુજરાત દ્વારા મોરબી શહેર પ્રમુખ તરીકે નિમણૂંક થતા સોશિયલ મિડિયા તેમજ તેમના સ્નેહિજન દ્વારા તેમના મો. ૭૦૪૩૩૦૬૦૫૬ ઉપર શુભકામનાઓ મળી રહી છે.