મોરબીમાં 11, ટંકારામાં 8, વાંકાનેરમાં 7, માળિયામાં 3 અને હળવદ તાલુકામાં 12 સ્થળે વેકસીનેશન મોરબી : મોરબી જિલ્લામાં કોરોના રસીને અભાવે 70 ને બદલે આવતીકાલે સોમવારે 40 સ્થળો ઉપર કોરોના વેકસીનેશન કરવામાં આવશે. જિલ્લા આરોગ્ય વિભાગની સતાવાર યાદી મુજબ આવતીકાલે તા.28ના રોજ મોરબી સિવિલ તેમજ તાલુકામાં 11 સ્થળે, ટંકારામાં 8, વાંકાનેરમાં 7, માળિયામાં 3 અને હળવદ તાલુકામાં 12 સ્થળે વેકસીનેશન સેન્ટર જાહેર કરવામાં આવ્યા છે જ્યાં અગાઉ રજીસ્ટ્રેશન કરાવનાર તેમજ રજીસ્ટ્રેશન ન કરાવ્યું હોય તેવા નાગરિકોને સ્પોટ રજીસ્ટ્રેશન કરી કોરોના રસી મૂકી આપવામાં આવશે.