સંવેદના મુલાકાત સમયે ગોપાલ ઇટલીયા અને ઈશુદાન ગઢવી આગામી માસ મોરબી ખાતે બે દિવસનું રોકાણ કરશે મોરબી : વિધાનસભા ચૂંટણી નજીક આવતા જ આમ આદમી પાર્ટી સંગઠન મજબૂત કરવા અત્યારથી જ કામે લાગી છે. ત્યારે આજે મોરબી જિલ્લામાં વધુ 50 યુવાનો આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. આજરોજ આમ આદમી પાર્ટી મોરબી જિલ્લા પ્રમુખ એ.કે.પટેલની આગેવાનીમાં સ્વાગત કાર્યક્રમ તેમજ પાર્ટીના આગામી કાર્યક્રમો વિશે ચર્ચા માટે અગત્યની મીટીંગ બોલાવવામાં આવેલ. જેમાં ગુજરાત પ્રદેશ સંગઠન મંત્રી અજીતભાઈ લોખીલ તેમજ સહ સંગઠન મંત્રી શિવાજીભાઈ ડાંગર ઉપસ્થિત રહ્યા હતા અને આ સ્વાગત કાર્યક્રમમાં 50 નવયુવાનો આમ આદમી પાર્ટી સાથે જોડાયા હતા. આ ઉપરાંત અગાઉ પાર્ટી છોડી ચાલ્યા ગયેલા નવ યુવાનોએ પણ આજે ઘર વાપસી કરી હતી. નોંધનીય છે કે, આગામી 28 જૂનથી 28 જુલાઈ સુધી સોમનાથથી અંબાજી ખાતે આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલીયા તેમજ આમ આદમી પાર્ટી યુવા નેતા ઇશુદાન ગઢવી જન સંવેદના મુલાકાતે નીકળવાના હોવાથી તેઓ મોરબી ખાતે બે દિવસ રોકાણ કરી કોરોનામાં મૃત પામેલ લોકોના સ્વજનોની મુલાકાત કરશે જે અંગે અગત્યની ચર્ચા કરવામાં આવી હતી.