રોટરી સેવા ટ્રસ્ટનું વધુ એક સેવાકીય કાર્ય : હવે દર્દીઓને તુરંત સારવાર મળી રહે તે માટે એમ્બ્યુલન્સ સતત કાર્યરત રહેશે હળવદ : હળવદ શહેરમાં આવેલ શરણેશ્વર મહાદેવ મંદિર ખાતે જિલ્લા પોલીસ વડાની હાજરીમાં અને દાતાની હાજરીમાં હળવદના દર્દીઓની સેવામાં એમ્બ્યુલન્સનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. આ એમ્બ્યુલન્સના દાતા દક્ષાબેન મધુસુદનભાઈ મહેતા મૂળ હળવદના અને હાલ જેવો અમદાવાદ રહે છે તેઓ રહ્યા છે. એમ્બ્યુલન્સ હળવદના કોઈપણ દર્દીઓને 'નહીં નુકસાની, નહીં નફા'ની ભાવના સાથે સેવામાં 24 કલાક કાર્યરત રહેશે. એમ્બ્યુલન્સ ઉદ્ઘાટન પ્રસંગે મોરબી જિલ્લા પોલીસ વડા સુબોધ ઓડેદરા, મોરબી જિલ્લાના સરકારી વકીલ વિજયભાઈ જાની, હળવદ પી.આઇ. પી.એ. દેકાવાડીયા, એસઓજી પી.આઇ. જે.એમ. આલ, એલસીબી પીએસઆઇ એન.બી. ડાભી, પી.જી. પનારા, પીએસઆઇ રાધિકા રામાનુજ સહિત શરણેશ્વર મંદિરના પ્રમુખ નવલભાઇ શુક્લ અને આમંત્રિત મહેમાનો, રોટરી અને રોટરેક્ટના સભ્યો તેમજ દાતાના પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા. આધુનિક સુવિધાઓથી સજ્જ છે એમ્બ્યુલન્સ! હળવદમાં ઉદ્ઘાટન કરેલ આ એમ્બ્યુલન્સમાં એરકન્ડિશન્ડ, ફ્લોમીટર સાથેની ઓક્સિઝન સુવિધા, મોનીટરિંગ પ્લગ, ફોલ્ડિંગ સ્ટ્રેચર, પંખા, ફાયર બોટલ, બોટલ સ્ટેન્ડ, ઇન્વેટર વગેરે આધુનિક સુવિધાઓ સાથે સજ્જ છે.