કોરોના ટેસ્ટ કે વિકસીન લીધા વગર ધંધો કરતા ત્રણ ધંધાર્થીઓ સામે કાર્યવાહી મોરબી : મોરબી જિલ્લામાં કોરોનાની બીજી લહેર એકદમ શાંત થયા બાદ પણ સાવચેતી ખાતર પોલીસે સરકારે લાગુ કરેલા કોવિડ અંગે જાહેરનામાનો ભંગ કરનાર ઉપર તવાઈ ચાલુ રાખી છે. જેમાં ગઈકાલે પોલીસે મોરબી જિલ્લામાં કોવિડના જાહેરનામા ભંગ સબબ 18 સામે કાર્યવાહી કરી હતી. તેમજ કોરોના ટેસ્ટ કે વિકસીન લીધા વગર ધંધો કરતા ત્રણ ધંધાર્થીઓ સામે પણ કાર્યવાહી હાથ ધરી હતી. મોરબીમાં ગતરાત્રે કફર્યુ દરમિયાન ખોટા આંટાફેરા કરતો એક, જાહેરમાં માસ્ક વગર નીકળેલા 3 લોકો, નિયમ કરતા વધુ મુસાફરો ભરી માસ્ક તેમજ સોશ્યલ ડિસ્ટન્સનો ભંગ કરતા 5 રીક્ષા ચાલકો, કોરોના ટેસ્ટ કે વિકસીન લીધા વગર ધંધો કરતા એક લારી ધારક, વાંકાનેરમાં માસ્ક વગર જાહેરમાં નીકળેલા 2 લોકો, નિયમ કરતા વધુ મુસાફરો ભરી માસ્ક તેમજ સોશ્યલ ડિસ્ટન્સનો ભંગ કરતા એક રીક્ષા ચાલક, એક ઇકો કાર ચાલક, માળિયામાં નિયમ કરતા વધુ મુસાફરો ભરી માસ્ક તેમજ સોશ્યલ ડિસ્ટન્સનો ભંગ કરતા 2 રીક્ષા ચાલકો, વેપારના સ્થળે માસ્ક તેમજ સોશ્યલ ડિસ્ટન્સનો ભંગ કરતા અનાજ દળવાની ઘંટીના માલિક, ટંકારામાં કોરોના ટેસ્ટ કે વિકસીન લીધા વગર ધંધો કરતા 2 રીક્ષા ચાલકો સહિત જિલ્લામાં કોવિડના જાહેરનામાનો ભંગ કરતા કુલ 18 સામે પોલીસે ધોરણસરની કાર્યવાહી કરી હતી.