ડીવાઇન લાઈટ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ આયોજિત કેમ્પનો ગ્રામજનોને લાભ લેવા અપીલ મોરબી : મોરબીના નાની વાવડી ગામે આવતીકાલે તા.27 જુનને રવિવારના રોજ સવારે 9:30 થી 12:30 દરમિયાન ડીવાઇન લાઈટ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ફ્રી બીપી અને ડાયાબિટીસ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. ડીવાઇન લાઈટ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ આયોજિત કેમ્પનો ગ્રામજનોને લાભ લેવાની અપીલ કરવામાં આવી છે. આ કેમ્પ દરમિયાન આયુર્વેદ તરફ લોકો વધુને વધુ વળે અને આ કોરોના કાળમાં પોતાના શરીરને તંદુરસ્ત રાખી સમાજને જાગૃત કરવામાં આવશે. આ કેમ્પ વાવડી મુકામે આવેલ સંસ્થાના દવાખાનામાં યોજશે. જેમાં ડૉ. બાંસરીબા જાડેજા તેમજ ડૉ. ઝરણાબેન સોનાગ્રા સેવા આપશે. આથી વાવડીના ગ્રામજનોને આ કેમ્પનો લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે. તેમજ ગામલોકોની આરોગ્યની સુખાકારી માટે હજુ વધુને વધુ આવા કેમ્પો યોજી અને સારા ડોક્ટરો દ્વારા લોકોને યોગ્ય ઈલાજ અને હેલ્થ પ્રત્યેની જાગૃતતા રહી શકે એ માટે સંસ્થા આગળ વધુને વધુ કામ કરતી રહેશે. કેમ્પમાં ડૉ. કમલેશ પરમાર (ડિસ્ટ્રીકટ ટીબી ઓફિસર) તેમજ નિખિલભાઈ ગોસાઈ (ટીબી વિભાગ) હાજરી આપશે. આવનારા દિવસોમાં આ સંસ્થા સિવિલ હોસ્પિટલ મોરબી ટીબી વિભાગ સાથે મળીને બીજા કેમ્પો પણ કરશે. તેવો આ સંસ્થાનો ધ્યેય છે. એવું સંસ્થાના પ્રમુખ ડૉ. ચિરાગભાઈ ચૌહાણએ જણાવ્યું હતું.