જેલમાં રહેલા તમામ બંદિવાન દ્રારા વ્યસન મુક્તિના શપથ લેવાયા મોરબી : મોરબીની સબ જેલમાં આજે ઇન્ટરનેશનલ ડ્રગ ડેની ઉજવણીના ભાગરૂપે એક વ્યસન મુક્તિ અંગેના જાગૃતિ લક્ષી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે જેલમાં રહેલા તમામ બંદિવાન દ્રારા વ્યસન મુક્તિના શપથ લેવામાં આવ્યા હતા. મોરબી સબ જેલના અધિક્ષક એલ.વી.પરમાર તથા જનરલ સુબેદાર એ.આર. પટેલના માર્ગદર્શન હેઠળ જીલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી મોરબી દ્રારા આજે “26 Jun International Day Drug Abuse And lllicit Trafficking” કાર્યક્ર્મનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમા સબ જેલના અધિકારી, કર્મચારીઓ તેમજ જેલમાં રહેલા બંદિવાનોએ “Day Drug Abuse And lllicit Trafficking” વ્યસનથી થતા નુકશાન અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા. તેમજ સરકારની વિવિધ યોજનાઓ વિશે ચર્ચા કરવામાં આવી હતી. આ તકે સબ જેલના અધિકારી, કર્મચારીઓ તેમજ જેલમાં રહેલા તમામ બંદિવાન દ્રારા વ્યસન મુક્તિના શપથ લેવામાં આવ્યા હતા.