મોરબી : રાઈટ ટૂ એજ્યુકેશન હેઠળ શૈક્ષણિક વર્ષ ૨૦૨૦-૨૧ માટે આજથી પ્રવેશ ફોર્મ ભરવાની કામગીરી શરૂ થઇ છે ત્યારે મોરબીના સેવાભાવી યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા તમામ સમાજના લોકો માટે પ્રવેશ ફોર્મ વિનામૂલ્યે ભરી આપવા સેવાયજ્ઞ શરૂ કરાયો છે. યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા જણાવાયું છે કે, તા. ૩૧/૦૫/૨૦૨૧ સુધીમાં ૫ વર્ષ પુરા થતા હોય તે બાળકનું ફોર્મ આરટીઇ હેઠળ ભરી પોતાની મનપસંદ ગુજરાતી અને અંગ્રેજી (ખાનગી શાળા)માં ધોરણ ૧ થી ૮ સુધી વિના મૂલ્યે ભણવાની યોજનાનો લાભ મેળવી શકાય છે. આ માટે આજે તા.25 જૂનથી 5 જુલાઈ સુધી ઓનલાઇન અરજી કરી શકાશે. જિલ્લા કક્ષાએ અરજી ફોર્મ ચકાસણી કરી એપ્રુવ/રિજેક્ટ કરવાની તારીખ ૦૬/૦૭/૨૧ થી ૧૦/૦૭/૨૧ કરશે જયારે પ્રવેશ પ્રક્રિયાનો પ્રથમ રાઉન્ડ જાહેર કરવાની તારીખ ૧૫/૦૭/૨૧ નક્કી કરવામાં આવી છે. આરટીઇ હેઠળ પ્રવેશ માટે બાળકનું જન્મનું પ્રમાણપત્ર, રહેઠાણનો પુરાવો (આધાર કાર્ડ/ પાસપોર્ટ/ લાઇટબીલ/રેશન કાર્ડ/ રજીસ્ટર્ડ ભાડા કરાર) , બાળક અને માતા/ પિતાનું આધાર કાર્ડ, સક્ષમ અધિકારીનો જાતિનો દાખલો, સક્ષમ અધિકારીનો આવકનો દાખલો (તા. ૦૧/૦૪/૨૦૧૯ પછીનો, ગ્રામ્ય વિસ્તાર માટે, ૧૨૦૦૦૦ શહેરી વિસ્તાર માટે ૧૫૦૦૦૦), બાળક અથવા વાલીની બેંક પાસબુક,બાળક આંગળવાડીમાં અભ્યાસ કરેલ છે એ મતલબનું સક્ષમ અધિકારીનું પ્રમાણપત્ર, ૦ થી ૨૦ ના સ્કોરવાળો બી.પી.એલ. કાર્ડ (લાગુ પડે તો), પાસપોર્ટ સાઈઝ ફોટો, માતા/પિતાની સહીનો નમૂનો સાથે રાખવો. પ્રવેશ મેળવવા માટે બાળકના વાલીઓ https://rte.orpgujarat.com/ વેબસાઈટ પર તારીખ ૨૫/૦૬/૨૧ થી તારીખ ૦૫/૦૭/૨૧ ઓનલાઈન ભરી શકશે. વધુ વિગતો અને ઓનલાઇન ફોર્મ ભરવા માટે યંગ ઇન્ડિયા ગ્રુપ ઓફીસ, ક્રિષ્ના પાન સામે, રબારી વાસ, જેલ રોડ સામે, મોરબી ખાતે સાંજે ૭ થી ૧૧ કલાક દરમિયાન સંપર્ક કરવો. તેમજ વધુ વિગત માટે મો. 80008 27577 અથવા મો. 81601 82942 સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.