સાર્થક વિદ્યામંદિરના વિદ્યાર્થીઓની ત્રિ પરમાણીવ્ય નકશીકામ કૃતિની પસંદગી મોરબી : જીસીઈઆરટી આયોજિત વિજ્ઞાન, ગણિત અને પર્યાવરણ જિલ્લા કક્ષાના પ્રદર્શન 2020-21 માટે મોરબી જિલ્લાની 10 શાળાઓના વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલી કૃતિઓ રાજ્યકક્ષા માટે પસંદ થવા પામી છે. જેમાં સાર્થક વિદ્યામંદિરના વિદ્યાર્થીઓની ત્રિ પરમાણીવ્ય નકશીકામ કૃતિની પસંદગી થતા બાળકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વિજ્ઞાન, ગણિત અને પર્યાવરણ જિલ્લા કક્ષાના પ્રદર્શન 2020-21માં વાંકાનેરની લાલપરી પ્રાથમિક શાળાના બાળકોએ તૈયાર કરેલ થ્રી-ઈન વન મશીન, ચંદ્રપુર પ્રાથમિક શાળાના બાળકોએ તૈયાર કરેલ કચરો વીણવાનું મશીન, પલાશ પ્રાથમિક શાળાના બાળકોની કૃતિ ભૂકંપ સૂચક યંત્ર, બીલીયા પ્રાથમિક શાળાના બાળકોની વોટર ક્લિનીંગ બોટ કૃતિ તેમજ ખાખરેચી મિશ્ર શાળાની ગાણિતિક ઘર કૃતિ પ્રાથમિક શાળા કક્ષાએ પસંદ થઇ છે. આ ઉપરાંત માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળા કક્ષાએ એસ.એમ.પી.હાઈસ્કૂલ સિંધાવદરના વિદ્યાર્થીઓ દ્વારા બનાવયેલ દેશી વલોણું કમ જ્યુસર, મોં.હે.જો.હાઈસ્કૂલ વાંકાનેરની કૃતિ હોમ મેડ સૅનેટાઇઝર સ્પ્રે, મોરબીની સાર્થક વિદ્યામંદિરના વિદ્યાર્થીઓની ત્રિ પરમાણીવ્ય નકશીકામ કૃતિ, વી.સી.ટેક્નિકલ હાઈસ્કૂલ મોરબીના વિદ્યાર્થીઓની ઇન્ડક્શનના ઉપયોગો કૃતિ અને લાલબહાદુર શાસ્ત્રી વિદ્યાલય ખાનપરના વિદ્યાર્થીઓની ગાણિતિક નમૂના નિર્માણ કૃતિ જિલ્લા કક્ષાએ અવલ્લ આવતા હવે રાજ્યકક્ષાએ ટક્કર આપશે.