મોરબી : મોરબીના મયુર પુલ પરથી એક અજાણ્યો પુરુષ અર્ધ બેભાન હાલતમાં મળી આવ્યા બાદ મોરબી સિવિલમાં સારવાર દરમિયાન મૃત્યુ નિપજતા એ ડિવિઝન પોલીસે આ બનાવની નોંધ કરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. આ બનાવની મોરબી સીટી બી ડિવીઝન પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના મયુર પુલ ઉપરથી ગત તા.૨૪ ના રોજ આશરે 30 થી 35 વર્ષની ઉંમરનો એક અજાણ્યો પુરુષ અર્ધ બેભાન હાલતમાં મળી આવ્યો હતો. આથી આ અજાણ્યા પુરુષને તાત્કાલિક સારવાર અર્થે મોરબીની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં તેનું ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. એ ડિવિઝન પોલીસે આ બનાવની નોંધ કરી મૃતકના વાલીવારસની શોધખોળ કરવા તેમજ બનાવનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે.