મોરબી : મોરબી તાલુકાના ત્રાજપર ગામમાં આંગણવાડી કેન્દ્ર ખાતે કિશોરીઓ માટે હિમોગ્લોબીન ક્વીન હરીફાઈ યોજાઈ હતી. ગઈકાલે તારીખ 23ના રોજ મોરબી-2 ઘટકના સેજાના ત્રાજપર ગામમાં આંગણવાડી કેન્દ્ર ખાતે કિશોરીઓ માટે હિમોગ્લોબીન ક્વીન હરીફાઈનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૧૧થી ૧૮ વર્ષની કિશોરીઓનું HB, BMI, વજન, ઊંચાઈ સહિતની મેડિકલ તપાસ કરવામાં આવી હતી. જેમાંથી હિમોગ્લોબીનનું પ્રમાણ વધારે હોય તેવી ત્રણ કિશોરીઓને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ડિસ્ટ્રિક્ટ કન્સલ્ટન્ટ (PURNA) મયુરભાઈ સોલંકી તેમજ ડીસ્ટ્રીકટ કો-ઓર્ડીનેટર (NNM) અશોકભાઈ કોઠારીયા, ઘુંટુ સેજાના સુપરવાઇઝર ગામી શારદાબેન, હેતલબેન, ત્રાજપરના આંગણવાડી કાર્યકર તેમજ તેડાગર બહેનોએ આ કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી.