મોરબી : મોરબી તાલુકામાં લાલપર ગામ નજીક અજાણ્યા યુવકનો મૃતદેહ મળી આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. ગઈકાલે તા. 23ના રોજ લાલપર ગામે ઓરસન ઝોન ક્વાર્ટરના સામેના ભાગે નવા બનેલ લાલપરથી ભડીયાદ જતા સી.સી. રોડની સાઇડમાં આવેલ ખુલ્લા પ્લોટમાંથી આશરે 30થી 35 વર્ષના યુવકની લાશ મળી આવી છે. યુવકનું મૃત્યુ કોઇ બીમારી સબબ થયું હોવાનું તારણ છે. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી મૃતક યુવકની ઓળખ કરવા તજવીજ હાથ ધરી છે.