કોરોના ટેસ્ટ કે વેક્સીન લીધા વગર ધંધો કરતા 4 ધંધાર્થીઓ સામે કાર્યવાહી મોરબી : મોરબી જિલ્લામાં કોરોનાની બીજી લહેર એકદમ શાંત પડી ગઇ છે પણ વધુ સંક્રમણ ન ફેલાય તે માટે સાવચેતી ખાતર પોલીસે સરકારના કોવિડ અંગેના વિવિધ જાહેરનામાનો અમલ ચાલુ રાખ્યો છે. જેમાં પોલીસે ગઈકાલે મોરબી જિલ્લામાં કોવિડના જાહેરનામાનો ભંગ કરતા 21 સામે કાર્યવાહી કરી હતી. તેમજ કોરોના ટેસ્ટ કે વિકસીન લીધા વગર ધંધો કરતા 4 ધંધાર્થીઓ સામે પણ કાર્યવાહી હાથ ધરી હતી. મોરબીમાં ગતરાત્રે કફર્યુનો ભંગ કરી જાહેરમાં ખોટા આંટાફેરા કરતા 5 લોકો, નિયમ કરતા વધુ મુસાફરો ભરી માસ્ક તેમજ સોશ્યલ ડિસ્ટન્સનો ભંગ કરતા 2 રીક્ષાચાલકો, વેપાર સ્થળે માસ્ક તેમજ સોશ્યલ ડિસ્ટન્સનો ભંગ કરતા ડેરીની દુકાનના માલિક, કોરોના ટેસ્ટ કે વિકસીન લીધા વગર ધંધો કરતા બટેટાની દુકાનના માલિક, માસ્ક વગર જાહેરમાં ફરતા 2, વાંકાનેરમાં નિયમ કરતા વધુ મુસાફરો ભરી માસ્ક તેમજ સોશ્યલ ડિસ્ટન્સનો ભંગ કરતા 3 રીક્ષાચાલકો, માસ્ક વગર જાહેરમાં નીકળેલા 1, માળીયામાં નિયમ કરતા વધુ મુસાફરો ભરી માસ્ક તેમજ સોશ્યલ ડિસ્ટન્સનો ભંગ કરતા 1 રીક્ષાચાલક, વેપાર સ્થળે માસ્ક તેમજ સોશ્યલ ડિસ્ટન્સનો ભંગ કરતા 2 દુકાનદારો, ટંકારામાં કોરોના ટેસ્ટ કે વિકસીન લીધા વગર ધંધો કરતા 2 રીક્ષાચાલકો તેમજ હળવદમાં એક વેપારી સહિત 21 સામે પોલીસે ધોરણસરની કાર્યવાહી કરી હતી.