હળવદ : હળવદમાં દરેક નાની-મોટી સેવાકીય પ્રવૃત્તિઓમાં લોકોને બનતી મદદ કરતું ફ્રેન્ડ્સ યુવા સેવા ગ્રુપ દ્વારા વધુ એક સેવાકીય પ્રોજેક્ટને આજે ખુલ્લો મૂક્યો છે. આ ગ્રુપ દ્રારા ઓર્થોપેડિક દર્દીઓને પ્રાથમિક જરૂરિયાતો માટે જરૂરી સાધન સુવિધા ટોકન ડિપોઝિટથી આપવામાં આવશે. હળવદ ફ્રેન્ડસ યુવા સેવા ગ્રુપ દ્વારા દાનેશ્વરી દાતાઓના સહયોગથી ઓર્થોપેડિક દર્દીઓને દિનચર્ચાની ક્રિયામાં પડતી અવગણતા દૂર કરવા માટે જરૂરી સાધન સુવિધા માત્ર ટોકન દરના ડિપોઝિટ થકી આપવામાં આવશે. આજે આ પ્રોજેક્ટને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. જેમાં નાગલધામ ગ્રુપના પ્રમુખ નવઘણભાઈ મુંધવા, ફ્રેન્ડસ યુવા સેવા ગૃપના પ્રમુખ અજુભાઈ તેમજ ગ્રુપના સભ્યો તેમજ સામાજીક આગેવાનો હાજર રહ્યા હતા.