તમામ આરોપીઓ સામે જુગાર ધારાની સાથે કફર્યુ ભંગનો પણ ગુન્હો નોંધાયો મોરબી : મોરબી બી ડિવિઝન પોલીસે બાતમીના આધારે ગતરાત્રે રણછોડનગર પાસે આવેલ સાંઇબાબાના મંદિરની બાજુમાં જાહેરમાં કફર્યુ દરમિયાન જુગાર રમતા બે મહિલા સહિત પાંચને ઝડપી લીધા હતા. પોલીસે આ તમામ આરોપીઓ સામે જુગારધારાની સાથે કફર્યુ ભંગનો પણ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટાફે ગતરાત્રે રણછોડનગર પાસે આવેલ સાંઇબાબાના મંદિરની બાજુમાં જાહેરમાં કફર્યુ દરમિયાન ગંજીપતાના પાના પૈસા વતી તીનપતીનો નશીબ આધારીત હારજીતનો જુગાર રમતા આરોપીઓ સંજયભાઇ ઉર્ફે ચનો સવજીભાઇ કુંવરીયા, અલીમહંમદભાઇ ઉર્ફે ડાડો જુમાભાઇ સુમરા,મહેશભાઇ રતીલાલભાઇ વાડેવડીયા, ગીતાબેન રમેશભાઇ ધરેજીયા, પુજાબેન અનીલભાઇ ચૌહાણને ઝડપી લીધા હતા. તેમજ પોલીસે સ્થળ ઉપરથી રોકડ રૂ.૧૪,૧૦૦ કબ્જે કરી તમામ આરોપીઓ સામે જુગાર ધારા કલમ હેઠળ તેમજ કફર્યુ ભંગનો ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.