મોરબી : મોરબીમાં એસિડ ગટગટાવી યુવકે જીવાદોરી ટૂંકાવી દીધી હોવાનો બનાવ સામે આવ્યો છે. મોરબી શહેરમાં વાવડી રોડ પર ધરમનગર સોસાયટીમાં રહેતા 35 વર્ષીય અંબારામભાઇ બાબુભાઇ રાઠોડ એ ગત તા. 22ના રોજ કોઇપણ કારણોસર પોતાના ઘરે એસીડ પી લીધું હતું. આથી, તેને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કર્યા હતા. જ્યાં તેનું સારવાર દરમ્યાન મોત થયું છે. આ બનાવ અંગે મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં નોંધ કરવામાં આવી છે.