મોરબી : મોરબીની સિવિલ હોસ્પિટલમાં સેવા આપતા હસીનાબેન લાડકાનું કોરોના કાળમાં તેમની સેવા બદલ રાજપૂત કરણી સેના દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. મોરબીના રાજપૂત કરણી સેના દ્વારા હસીનાબેન લાડકાને સિવિલ હોસ્પિટલ ખાતે કોરોના કાળ દરમિયાન નિ:સ્વાર્થ સેવા આપવા બદલ 'વિશિષ્ટ સેવા સન્માન'નો શિલ્ડ આપી નવાજવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે સરકારી હોસ્પિટલમાં કોરોનાગ્રસ્ત વ્યક્તિઓના મૃતદેહના પેકિંગ સહિતની નિ:સ્વાર્થ ભાવે આપે છે.