જાહેર આરોગ્ય સમિતિના અધ્યક્ષ દ્વારા નાયબ મુખ્યમંત્રીને રજૂઆત મોરબી : મોરબી જિલ્લામાં મુખ્યમંત્રી અમૃતમ યોજનાના કાર્ડની કામગીરી ચાલુ કરવા બાબતે જિલ્લા પંચાયતની જાહેર આરોગ્ય સમિતિના અધ્યક્ષ હીરાલાલ ટમારીયા દ્વારા નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલને લેખિત રજૂઆત કરવામાં આવી છે. મોરબી જિલ્લામાં મુખ્યમંત્રી અમૃતમ યોજનાના કાર્ડ કાઢવાની કામગીરી સોફટવેર પ્રોબ્લેમના લીધે ઘણા સમયથી બંધ છે. જેથી, આ કાર્ડમાં લાભાર્થીઓને મેડીકલ સહાય ન મળવાના લીધે લાભાર્થીઓને હાલાકી ભોગવવી પડે છે. અને લાભાર્થીઓ અવારનવાર રજુઆત કરવા માટે આવતા હોય મોરબી જિલ્લામાં મુખ્યમંત્રી અમૃતમ યોજનાના કાર્ડ કાઢવાની કામગીરી વહેલી તકે શરૂ કરવા માટે રજૂઆતમાં વિનંતી કરાઇ છે.